________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
ગનિઝ આચાર્ય
મહુડીમાં પણ સં. ૧૯૮૦ ના માગસર સુદી બીજે ઘંટાકર્ણ વીરની સ્થાપના કરે છે. જૈન-જૈનેતર સહુ કે માટે એ તીર્થને જીવંત તસમું બનાવે છે.
ગોધાવીની પ્રતિષ્ઠાનું કાર્ય જઈને પતાવે છે, ત્યાં ગૌતમ સ્વામીની મૂર્તિ તથા ગુરુપાદુકા પધરાવે છે. વળતાં શેઠ મણિલાલ મોહનલાલ હેમચંદ ઝવેરી તથા શ્રી વીરચંદ ભગતના આગ્રહથી એક દિવસ અમદાવાદના આંબલીપળના ઉપાશ્રયે આવી રહે છે.
અતિલેખન-વાચનથી શ્રમિત થયેલી આંખો માટે ભકતો ચશ્માં લઈ આવ્યા છે; પણ પહેરતા નથી. કોઈ આગ્રહ કરે તે કહે છે: “ભાઈ, હવે આ છેલ્લે વરણુગિયાવેડા શા?”
પાદરાથી વકીલ મેહનલાલભાઈએ વહેરાવેલી કામળ, પાંચ વર્ષની જીર્ણ થઈ ગયેલી-કાઢી નવી લેવા શિષ્ય કહેતા ત્યારે “હવે નવી કામળ લેવાની નથી, આ કામળ છેલી છે,” એમ કહેતા.
કઈ તૂટેલી કાચલી બદલી નવી કાચલી ઘડા પર મૂકવા કહે છે, તે કહે છે: “ ઘણા દહાડા એણે સાથ આપ્યો, ચાલે છે. અડધી છે, તો બે વાર પાણી લઉં છું.”
“ જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અંધ, જ્ઞાની કે જગમેં ઈ, યૂ નહીં કોઈ સંબંધ. ”
- આનંદઘનજી ને સં. ૧૯૮૧ ના માગસર સુદ છઠ ને મંગળવારે પોતાની દીક્ષાના પચીસમાં વર્ષના પુનિત પ્રભાતે નોંધે છેઃ મેનેજરનું કામ કર્યું હતું. અને હાલમાં પણ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રગટ થતાં પુસ્તકોનો પ્રચાર કરવા યથાશક્તિ ધર્મકાર્યોમાં ઉઘુકત રહે છે.
“ પિતાના વિચારો અને આચારનો વારસ પુત્રોને મળે છે એ કહેતી શ્રી નગીનદાસના સુપુત્રોએ સાચી પાડી છે. મડ્ડમ નગીનદાસ ભાખરીઆના સુપુત્રો પણ ધર્મ માં સારો ભાગ લે છે. સૌ ભાઈઓનું કુટુંબ હજુ સુધી પણ સંપાજપીને એકત્ર રહે છે. તેમના હાથે ધર્મ કાર્ય થાવ ! તેમણે “ લાલા લજપતરાય ને જન ધમ” નામનું પુસ્તક છપાવવામાં (પિતાની પાછળ ઉ૦૮મણા નિમિત્તો ) મદદ કરી છે, આવાં જ સુકૃત્યે તેઓના હાથે થાય એ વાંછા છે.
“ શેઠ નગીનદાસ રાયચંદ, જધમી નીતિવાળા બા ડોશ વ્યાપારી સખાવતે બહાદૂર હતા. તેમણે અમારે સદુપદેશ સાંભળ્યા હતા અને ગરીબ લોકોને ઘણું દાન કર્યું હતું તથા પાંજરાપોળા, ગરીબ શ્રાવકોમાં, દેરાસર, ઉપાશ્રય વગેરેની ટીપ માં હજારો રૂપિયા ખરચ્યા હતા, ને મહેસાણા જન કામમાં આગેવાન હતા. સદાચારી પ્રમાણિક નગીનદાસ શેડના મરણથી જિનકોને તથા મહેસાણાને ખોટ પડી છે. તેમની પાછળ તેમના સુપુત્રો એવા થાઓ, અને ધર્મની આરાધના કરો શેઠ નગીનદાસના પુત્રો ધમી, પાપકારી નીતિવાળા અને દેવગુરધર્મની શ્રદ્ધાભકિતવાળા અને પરોપકારનાં કાર્યોમાં યથાશકિત દાન કરનારા દયા પ્રેમી ગુરુભકત છે, તેમનામાં અનેક ગુણે ખીલ અને શાસનદેવો તેઓને સહાય કરો. વિ. સં. ૧૯૮૦, આશ્વિન શુકલ વિજયાદશમી
લે બુદ્ધિસાગરસૂરિ
For Private And Personal Use Only