________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના ચોમાસાના ઇચ્છુક
૩૪૯
અને કઈ સમજનાર ન મળે !” એ ધગધગતી વાલા-અંતરની, આદર્શની, શિની, સંસારની, વ્યવહારની, વેષની એને જલાવી ગઈ. - તાવ છે, દાંતનું દર્દ છે, મેદનું દર્દ છે, નલબંધ વાયુનું દર્દ છે. અડીખમ કિલ્લે તેડવા મધુપ્રમેહ પિતાના હજારે સેનિક મોકલી રહ્યું છે, ને એ મસ્ત ફકીર લખે છેઃ
“ દુનિયા અને મારા સંબંધમાં નીરસતા દેખાય છે. દેશ, કાળ, વેષ, આચારથી ભિન્ન પરમાનંદમય આત્મામાં રસ પડે છે. દુનિયાને રીઝવવા કરતાં આત્માની એક ક્ષણની રીઝમાં અનંત રસનો અનુભવ આવે છે. ”
છતાંય વ્યવહાર નિભાવવા એ પિતાના પટ્ટશિષ્ય પંન્યાસ અજિતસાગરજીને પ્રાંતીજમાં આચાર્યપદવી આપે છે, ( મહા સુદ દશમ) શ્રી ઋધિસાગરજીને પ્રવર્તક પદવી આપે છે, ને શ્રી મહેન્દ્રસાગરને ગણિ પદવી આપે છે !
“ શેઠ નગીનદાસે પિતાની ચાહની દુકાન પ્રમાણિકપણે ચલાવવા માંડી હતી, અને ચહા બજારમાં ઘણી સારી ખ્યાતિ મળેલી હતી. તેઓ ઉદાર દિલના, સરળ સ્વભાવી, મિલનસાર પ્રકૃતિવાળા, સ્પષ્ટવક્તા, દયાળુ તથા આનંદી સ્વભાવના હતા. તેઓએ પિતાની પાછળ ન્યાતો કરી પાંચ ન્યાતે બેડાંની લ્હાણી કરી સાંસારિક વ્યવહારને પણ શોભાવ્યો હતો. આનંદપૂર્વક જીવન વ્યતીત કરતાં તેઓ આયુષ્ય પૂર્ણ થયે મહે. સાણામાં સંવત ૧૯૬૯ના અશાડ વદી અને બુધવારના રોજ સવારે સાડા અગીઆર વાગે ધર્મશ્રવણ પૂર્વક સ્વ.ગંગમન કરી ગયા.
| “ તેમને મહાત્મા શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા શાંતમૂતિ શ્રી. સુખસાગરજી મહારાજ પર બહુ પ્રેમ, ભકિત અને શ્રદ્ધા હતી, અને તેમનામાં ધમરુચિના જવલંત કિરણે એ જ સદ્દગુરુશ્રીએ પ્રગટાવેલાં હતાં. સદ્દગુરુ સેવાનું ફળ અલૌકિક જ હોય છે. મહુમ ઉકત મહાત્માનું કોઈ કાળે વચન ઉત્થાપન કરતા નહિ. તમને ગુરસેવાથી મહાન ધર્મલાભ તેમ જ વ્યાવહારિક સંપત્તિ થઈ હતી, તેમ જ તેમણે ધર્મા પ્રભાવના પણ ગુરુ ઉપદેશથી સારી કરી હતી, તેમ જ વહેવારિક કાર્યો પણ કુળને શોભે તેવાં કર્યાં હતાં. સંઘ કાઢીને સંઘભકિત પણ કરી હતી, આ સૌ ગુરુ ઉપદેશનાં જ શુભ પરિણામ હતાં. નગીનદાસે અમારી પાસે વ્યાખ્યાન સાંભળ્યાં છે. તેઓ કલા ગુરુ ભકત હતા. મડ્ડમ પોતાની પાછળ છ પુત્રો મૂકી ગયા છે.
* ૧ અમથાલાલ, ૨ મણીલાલ, ૨ ચંદુલાલ, ૪ મોહનલાલ, ૫ ચીમનલાલ, ૬ પોપટલાલ. આ સુપુત્રો પણ પિતાની પાછળ પોતાની ચાહની દુકાન પ્રમાણિકપણે ચલાવે છે. તેમ જ ધર્મકૃત્યો પણ કરે છે. તેઓ પણ સર્વ ધર્મ માં દત્તચિત્તવાળા ગુરુભકત અને શાસનપ્રેમી છે. પૂજ્ય પિતાની પાછળ સં. ૧૯૭૯ ના માગસર સુદી છઠના રોજથી નવપદ ઉદ્યાપન મહોત્સવ ( ઉજમણું ) ઘણી જ ધામધૂમથી કર્યું હતું. ગુરુશ્રીના ઉપદેશથી છ છોડ ખાદીના ભરાવ્યા હતા ને ત્રણું છે. મખમલના ભરાવવામાં આવ્યા હતા. તેમણે પિતાના પૂજ્ય પિતા તથા પૂજ્ય માતુશ્રી બાઈ નાથી (કે જે સં. ૧૯૭૩ ના આસો માસમાં કાળધર્મ પાપેલ ) તથા મામાં શ્રી જોઈતારામ છગનલાલ દોશીના પુણ્યાર્થે ગુરુઉપદેશથી ન્યાતોને બદલે નવકારશીઓ કરી હતી. તેમ જ ઉજમણુમાં વાણીઓમાં “ શ્રી સુખસાગર ગુરુ ગીતા ' તેમ જ “ દેવવંદન સ્તવન સ્તુતિ સંગ્રહ '' નામનાં પુસ્તકે છુટથી વહેચ્યાં હતાં.
ભાઈ અમથાલાલ મહેસાણાની શ્રી સુખસાગરજી પુસ્તકાલયના તથા મુંબઈ કોટની જન મિત્ર સભાના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. તેમ જ મુંબઈ કેટના દેરાસરમાં પણ ચૌદ વર્ષ પયંત પિતાની માફક જ
For Private And Personal Use Only