________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧ ]
આત્માના ચોમાસાના ઇરછુક “અનંત ચોમાસાં વહી ગયાં, હવે આત્માનું ચોમાસું ઈચ્છું છું.” [ રોજનીશી
સસારના સુપ્રસિદ્ધ પુરુષનો જે રોગે ભાગ લીધો છે; કવિ, લેખકો, વક્તા. મુસદ્દીઓ ને મહાત્માઓને જેણે પોતાના પંજામાં પકડી ધીરે ધીરે જીવન-પ્રાણ ચૂસી લીધા છે, એ ડાયાબીટીસ-મધુપ્રમેહનો રોગ ચરિત્રનાયકના દેહમાં પણ દિવસથી પ્રવેશ કરી ચૂકયેર હતો. સંસારમાં આજ સુધી એનો સફળ ઉપચાર શોધાયો જ નથી.
છેલ્લાં ચાર વર્ષથી દેહનાં કણ કણ ખાતો આ રોગ વધી રહ્યો હતો. કદી આત્મશકિત એને મહાત કરી દેતી, કદી શરીર પ્રત્યેની સઢાની બેપરવાઈ એને વધારી દેતી.
વિ. સં. ૧૯૮૦ માં ડા. કુપરે એમને તપાસ્યા, ને જાહેર કર્યું કે રોગ એવો વધે છે કે આ રોગી છ માસથી વધુ ન ભાળે !
સૂરિજી હસ્યા. એમણે કહ્યું: “ હજી ઘણું કામ બાકી છે. પૂરાં ન થાય ત્યાં સુધી ચિંતા ન કરશે. અલબત્ત, હવે આપણે ઉતાવળ કરીએ, એ મહત્ત્વનું છે.”
અને પોતાના ભકત શ્રીયુત મોહનલાલ ભાખરીઆ પર પત્ર લખતાં લખે છે:x
મારા શરીર માટે ડે. કુપરને મત જાઓ. મને તો કયારનો શરીરના ભરોસે નથી. જેટલું ચેતાય છે, તેટલું ચેકીએ છીએ. આવતી કાલે મૃત્યુ આવે તો યે આત્મા અને મૃત્યુનું સ્વરૂપ જાણવાથી નિર્ભય દશા વતે છે, આત્મશાંતિ વતે છે. હું તે કયારનો પરવારી બેકે છું. વિશેષ ભાગે કમગીની પ્રવૃત્તિ સેવાય છે.”
1 xશ્રીયુત ભાખરીઆ-ભાઈઓનું કુટુંબ સુરિજીનું અત્યંત ભકત હતું, જે આજે પણ છે. સૂરિજીને કપા-પ્રેમ વકીલ મોહનલાલ હેમચંદ, શ્રોલલુભાઈ કરમચંદ વગેરે જે ગણ્યા ગાંઠયા ગ્રૂડ પર વર્ષે
For Private And Personal Use Only