________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશભકિત ને સૂરિજી
૨૩૩ વડે પોષાવું જોઈએ. નોકર, સેવક, મજૂરો વડે રાજ્યની સેવા થવી જોઈએ. આર્યાવર્તમાં પૂર્વે ચારે વણવાની સલાહથી આય રાજાઓ રાજ્ય કરતા હતા. રાજ્યના હાથમાં વ્યાપારની સત્તા ન હોવી જોઇએ. ‘‘ રાજ વેપારી ત્યાં પ્રજા ભીખારી ? વારે વ પૈકી એક પણ વર્ગ હન ન થ જોઈએ; તેમ એકડથુ સત્તાવાળા ન થવો જોઈએ, તો જ સ્વરાજયમાં શાંતિસુખ વતી રહે છે.
હિન્દના દરેક મનુષ્યને જ્ઞાનવિવાથી કેળવીને ગુણો વડે લાયક બનાવો. ઈગ્લાંડ, કૅન્સ, જર્મની અને અમેરિકા વગેરે દેશોમાં સ્વરાજય છે તો પણ ત્યાં પાંતરશાંતિ સુખ નથી. ત્યાં મૂડીશાહી અને નોકરશાહીને ઊંડા ભેદ થયો છે. ત્યાં કેળવણી છે, પરંતુ ત્યાં કેળવણીથી શાંતિ નથી; તેમ જ ત્યાં ચારે વર્ગની સલાહથી રાજય જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં પ્રવર્તતું નથી, તથા ત્યાં અધ્યાત્મજ્ઞાન નથી. ત્યાં જડભોગેથી સુખ મળે છે એવી પ્રાયઃ મુખ્ય જડવાદી માન્યતા છે, તેથી આર્યાવર્તાના ચતન્યવાદની દષ્ટિએ યુરોપ અહી વર્ષના બાળક જેવું છે.
સ્વરાજય-પ્રાતિની પાંચ ભૂમિકા સંવત ૧૯૫૦ની સાલમાં હિન્દમાં સ્વરાજ્ય ક્યારે થશે એવો એક લેખ નોટબુકમાં તે વખતે લખ્યો હતો, તે સમય હવે આવતો જાય છે. સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની પાંચ ભૂમિકાઓ પૈકી હિંદ બીજી ભૂમિકાને ઉલંઘી ત્રીજી ભૂમિકામાં પ્રવેશ કરશે. ચેાથી અને પાંચમી ભૂમિકા વખત આવે લોકો જાણી શકશે. હિંદમાં રાજકીય ચળવળ ચલાવનાર રાનડે, દાદાભાઈ, તિલક, સુરેન્દ્રનાથ બેનરજી, ગોખલે, વાંછા, ફીરોજશાહ મહેતા, સ્વામી વિવેકાનંદ, મદનમોહન માળવિયા, દાસ, અરવિંદ ઘોષ, લાલા લજપતરાય, બિપીનચંદ્ર પાલ, જીણા અને અહિંસાત્મક અસહકારવાદી મુખ્ય ગાંધી, વિઠલભાઈ પટેલ, વગેરે નેતાઓ છે. તિલક વગેરે હાલ નથી. હાલ હિંદમાં ગાંધીજી, મહમદઅલી, શૌકતઅલી, લાલા લજપતરાય, દાસ, માળવિયા વગેરે ગૃહસ્થ સ્વરાજકીય ચળવળના આગેવાનો છે. નાયકોને હવે ખરી કસેટીન તપ કરવાનો વખત આવનાર છે.
અછૂતોને પ્રશ્ન વીર્યહીન, પૂણભેગી વો પૂર્ણગી બની શકતા નથી. જેઓ સાધુ સંતોનો તિરસ્કાર કરે છે, તેઓ આત્મશક્તિઓથી ભ્રષ્ટ થાય છે અને જડરાજ્યથી પણ છેવટે ભ્રષ્ટ થાય છે. હિંદ જયારે અંત્યજોને ગુલામીના બંધનમાંથી મુકત કરી સ્વતંત્ર બનાવશે ત્યારે તે સર્વાગ સ્વરાજ્યને પામશે. અંત્ય જેને તે ન્યાય ન આપે અને બ્રિટીશથી પતે સ્વતંત્ર થવા માગે તેથી ઈશ્વરી ન્યાયથી તે સ્વરાજ્ય લેવા અગ્ય ગણાય. અંત્યજોને કેળવણી આપવી અને તેઓને ગુલામીના બંધનોથી મુકત કરવા. અંત્યજે સ્વગુણકર્મ કે જે વર્ણાધિકારે કરે છે તેનાથી તેઓ જે વિમુખ થાય તો તેઓ વર્ણ શંકર સ્થિતિમાં આવી પડે. સર્વ વર્ણના મનુષ્ય એક સરખા પ્રભુ પદ્ પામવાને અધિકારી છે. શરીરમાં બધાં અંગે એકબીજાના સંબંધે સંબંધિત
For Private And Personal Use Only