SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सहायकनुं जीवन ગયાં છે ભલા ? ચહાના વેપારમાં ખૂબ જામ્યા. આચારક્રિયા, પ્રભુપૂજન અવિરત ચાલુ હતાં અને ટૂંક સમયમાં જ એક સારા કુશળ જામેલા વહેપારીની હરોળમાં ગોઠવાઈ ગયા. શ્રી. કેશરીઆજી પરની અડગ શ્રદ્ધા ! લક્ષ્મી રેલાય છે પણ શેર માટીની ખોટ તો | વર્તાય છે જ. નિયમ પ્રમાણે કેશરીયાજીની યાત્રાએ શેઠ જાય છે. ખૂબ શ્રદ્ધાની ભક્તિથી યાત્રા કરે છે અને શ્રી કેશરીમાજીમાંની મધ્યરાત્રીની કુલ૫ગર સંગીત દરબારની બેઠકમાં શેઠજીના ખેાળામાં ભગવાનના મુકુટનાં છ પુષ્પ આવી પડે છે અને છ પુત્ર-પુષ્પ પામ્યા પછી તે પુષ્પાને મમ સમજાય છે. અમથાલાલ, મણિલાલ, ચંદલાલ, મોહનલાલ, ચીમનલાલ, અને પોપટલાલ. કેવાં ધમ-પરિમલ ભર્યો-છ ગુરુભકત પુપુરના ! | હા જયેષ્ટ પુત્ર અમથાભાઈના જન્મ કુટુંબમાં આનંદાળા ઉડાડી. ગુરુદેવ પાસે શેઠે ન્યાયપાજિત વિજ્ઞગ્રહણ, શીલ, નિત્ય પ્રભુપૂજા, પ્રતિવર્ષ યાત્રાગમન, સત માર્ગદ્રવ્યવ્યય, અને બીજા જીવન અજવાળનાર નિયમો તો લીધા હતા જ, ગુરુવચન કદી ઉથાપતા નહિ, એક ગુરુવચનથી જ એક આસામીનું સાત હજારનું દસ્તાવેજી રહેણું માંડી વાળી દસ્તાવેજ ફાડી નાખેલે. ગુરુ ઉપદેશથી પછી તો મેસાણાથી શ્રી કેશરીઆઇને છરી પાળતો (સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના વિશાળ સમુદાયને ) સંધ કાઢી તીથ"ભકિત કરી. આઠ વર્ષના અમથાભાઇના ભારોભાર કેશર શ્રો કેશરીઆઇને ચઢાવ્યું. વળી મહેસાણામાં એક દેરીમાં પ્રભુપ્રતિષ્ઠા કરી ઉત્સવ કર્યો. પાંજરાપોળ આદિ સંસ્થાઓને દ્રવ્યથી નવાજયાં અને આખું મહેસાણું ગામ જમાડવું. મુંબઈમાં આ ધર્મનિષ્ઠ શેઠ કોટ જૈન દેરાસરના વહીવટકર્તા મેનેજર અને ટ્રસ્ટી બન્યો, ને બનતી સંધ સેવા બજાવી. શેઠને યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજનાં વ્યાખ્યાને શ્રવણ કરતાં માંહ્યલા રૂદિયે ' જાગે. આત્માની સાચી પિછાન થઈ. “જે ભણતર આત્માને ચી કક્ષાએ લઈ જાય તે સાચી કેળવણી ” એ પરમ સત્ય ગુરુશ્રી પાસે સમજી પોતાના પુત્રોને તેવી જ કેળવણી આગ્રહપૂર્વક આપી. ધર્મકાર્યમાં અગ્રેસર, ઉદારદિલ, કેળવણી, સંસ્કાર, પ્રમાણિકપણું, પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકેનું સ્થાન, છ પુત્રો, માથે સમર્થ ગુરુ, અને ધમશ્રવણથી લાધેલી સાચી આત્મશાંતિ આ સૌથી શેઠ ધન્ય બન્યા. ગુરુશ્રીનાં સચેટ ભજનાનું શ્રવણુ એ તેમને મન જીવનને ૯હાવો હતો. અને ૬૫ વર્ષની વયે અંત સમયે પણ ધર્મનું તથા આ ભજનોનું શ્રવણ કરતાં કરતાં જ સં. ૧૯૬૯ના અષાઢ વદી ૫ના રાજ બહોળું કુટુંબ પાછળ મૂકી દે છેષોઃ ત્યારે એ ભજનો અને તેના મમક્ષ શ્રાતા બંને વિશ્વમાં ધન્ય ગણુયા. [ ૨૩] For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy