________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજસેવક
૩૧૧
પેથાપુરના ચાતુમાસમાં “ લહમી ” નું ચરિત્ર જેડીને ચાર માસ સુધી કથા કરી. કન્યાવિક્રય નિષેધ તેમ જ સ્ત્રી કેળવણી પર તેમણે ખાસ ભાર મૂક્યો. અહીંના રુદન ચેતરે અને ગુરુબેટમાં ઉત્તમ ધ્યાન સમાધિ કરી.
અહીંથી શેઠ લાલભાઈ દલપતભાઇના પુત્ર શેઠ કસ્તુરભાઈના લગ્ન પર એમણે એક બધપ્રદ કાવ્ય લખી મોકલ્યું.
આ ચાતુર્માસમાં નોંધે છેઃ
ધર્મ પ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે. આત્મસમાધિમાં વિશેષ જીવન વ્યતીત કરવાની ઈચ્છા થાય છે...આત્માની અનુભવ ખુમારીમાં વિશેષ મસ્ત દશા અનુભવાય છે. છ માસથી જીર્ણજવર યોગે ધાર્મિક લેખન પ્રવૃત્તિમાં મંદતા થાય છે.”
આ ચાતુર્માસ પછી તેઓ વિહાર કરતાં ગોધાવી આવ્યા. અહીં શ્રી. અજીતસાગરજી, પં. વીરવિજયજી પાસે પંન્યાસ પદના જગ વહી રહ્યા હતા. અહીં સાગર છે ભારે મહોત્સવ કર્યો, ને ચરિત્રનાયકે પ. વીરવિજયજીને આચાર્યપદવી ને શ્રી, અજીતસાગરજીને પંન્યાસ પદવી આપી. તેમ જ બીજે દિવસે માગસર સુદ છઠે ગુરુપગલાંની સ્થાપના કરી.
અહીંથી વિહાર કરતા માણસા આવ્યા. અહી સંસ્કૃત “ગુરુગીતા રચીઃ તેમ જ વલલભ સંપ્રદાયના આચાર્ય સાથે વાદવિવાદ કર્યો. અહીંથી મહુડી વગેરે રથળે થઈ વીજાપુર આવ્યા. પ્રસિદ્ધ કવિ લલિતાજી સાથે પરિચય થયો, ને બંને મહુડીની રમ્ય કુદરતમાં કવિતા કરતા સાથે વિર્યા. ચરિત્રનાયકને શ્રી. કેશવલાલ હર્ષદ ધ્રુવ તથા શ્રી. આનંદશંકર બાપુભાઈ પ્રવ સાથે પણ પરિચય હતે.
આસપાસના પ્રદેશોમાં વિચરતાં એ ચાતુર્માસ વીજાપુરમાં કર્યું. આ પ્રસંગે સં. ૧૯૭૩ ને કારતક માસમાં શેઠ મગનલાલ કંકુચંદે ઉઝમણું ખરૂ તથા બેડીંગની સ્થાપનાન મહોત્સવ કર્યો. આ પ્રસંગે મુંબઈથી શેઠ દેવકરણ મુળજી, અમદાવાદથી શેઠ મણિભાઈ તથા જગાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ તથા સૂરતથી ભરી આભાઇ જીવણચંદ ઝવેરી આવ્યા હતા. આ શુભ કાર્ય પછી બે માસે આ દાનવીર શેઠ મૃત્યુ પામ્યા.
જે સમાજના પિતે સાધુ હતા, એ સમાજના વિકાસ માટેની એમની ઝંખના અપૂર્વ હતી. અલબત્ત, એથી જેનેતર તરફ એમને કેઈ અનુરાગ વા પ્રેમ નહોતે, તેમ નહોતું. અઢારે આલમ પર, બ્રાહ્મણ, મુસલમાન, મીર, સાંઈ, ઠાકરડા, રજપૂત કે ભીલ કેમ પર એમના પ્રેમની નિઝરણી સદા વહ્યા કરતી. છતાં જે સમાજની વચ્ચે બેઠા હતા–જેને અનુગ્રહ પિતાના જીવનવિકાસમાં હતો, એના ઉત્કર્ષનો વિચાર એક ક્ષણ પણ એ વિસરતા નહીં !
-કોઈ ગૃહસ્થને ત્યાં સંતાનનો જન્મ થતું, ત્યારે તેઓને આનંદ થતો. એ સંતાનેનાં નામ પણ ભીખાલાલ, કેરલાલ, ડુંગરલાલ, ડાહ્યાલાલને બદલે સારાં પાડવાં સૂચના
For Private And Personal Use Only