________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવના ભવનાશિની
૨૦૧
અનેક ભક્ત શ્રાવકને તેમના ગુણને અનુલક્ષીને અર્પણ કર્યા હતાં, છતાં એ ગુણાનુરાગી સાધુતા કદી ઝાંખી પડી નહતી.
જીવનનાં કેટલાંક ભયસ્થાનોને એમણે પહેલેથી દૂર કર્યા હતાં. આજના જમાનામાં ચેખલી આ ગણાય તે રીતે સ્ત્રી-પરિચય તેમણે તો હતે. કામરાગ કરતાં દ્રષ્ટિરાગ મહાન અનર્થકારી છે. સ્ત્રીઓ, શ્રીમંત વિધવા સ્ત્રીઓ, ત્યકતાઓ, વિદુષીઓ વગેરેના અતિ પરિચયમાં આવીને કેટલાયની સાધુતા ધૂળધાણી થઈ ગયેલી સાંભળી છે, ને આજે થતી સંભળાય છે. એ અનિષ્ટને એમણે ઉંબરે જ ચઢવા દીધું નહોતું. પણ તેથી તેઓ ઘણા સેવતા હતા, તેમ પણ નહોતું. સ્ત્રીસમાજ પ્રત્યે તેમને ભારે આદર હતો, વ્યાખ્યાનમાં ભારે પ્રશંસા કરતા, તેઓની ઉન્નતિ માટે ઠેર ઠેર પ્રયત્ન કરતા: અરે, કેટલીય વિદુષી શ્રીમંત માતાએ, બહેનો તેમની ધર્માનુરાગિણી હતી: પણ એ સંબંધને મર્યાદા હતી,-એકલા વંદને આવવાની, એકાંતે વાર્તાલાપની, વ્યાખ્યાન સિવાયના સમયે સ્થાનકમાં આવવાની.
જીવનનું બીજું ભયસ્થાન શિષ્યમેહ એ તો આગળ આવી ગયું. ત્રીજું ભયસ્થાન જિલ્ડા લૌલ્ય. રસને વિરસ કરીને ખાવાની પ્રથા તો તેમણે નાનપણથી પાડેલી. એક જ પાત્રમાં, જે આવ્યું તે ખાઈ જવાનું. ન સ્વાદનું ભાન, ન સારા-ખોટાનું ધ્યાન ! ન સવારે ચાદૂધ લેતા હતા, ન બપોરે નાસ્તો, ન સાંજે વાળુ ! એક વાર પિટને આપી દીધું એટલે ચોવીસ કલાકને સંચે ચાલુ!
શહેરેની મોહનીએ એમને કદી સતાવ્યા નથી, બલકે શહેરેએ એમને સતાવ્યા છે. મુંબઈ એક વાર ગયા તે ગયા. સૂરત બે વાર ગયા તે ગયા ને અમદાવાદમાં ગુરુજીના જીવતાં જે ચાતુર્માસ કર્યો તે પછી તે વધુમાં વધુ એક માસથી વધુ અમદાવાદમાં રહ્યા નથી. ખુલ્લી કુદરત, હરિયાળા પર્વતે, ખળખળ વહેતી નદી, ગાતાં પંખી, નાચતી વનરાજિ, અને ઊંડાં ઊંડાં કોતરે–એમના જીવનને શાંતિ આપે એવાં એ વાસસ્થાને હતાં. સર્પથી એ ન ડરતા. ઘણી વાર પાસેથી ઘસાઈને ચાલ્યા જતા સુવર, સાતનારી કે એવા ભય-દુષ્ટ મનનાં માનવી કરતાં–એમને હૈયે ઓછો હતો.
| સ્વાધ્યાયની એમની તલ્લીનતા અપૂર્વ હતી. “કામનું ઔષધ કામ” એ સિદ્ધાંત સ્વીકારી જીવનની એક પણ પળ બેટી ગુમાવી નહોતી. બપોરે સૂવા માટે, રાતે નિરાંતે ઘોરવા માટે એમને વખત ન હતો. ગોચરી–પાણીની તમન્ના નહોતી. પચાસ વર્ષના જીવનમાં–એમાં પણ પચીસ વર્ષના જ ગાળામાં આટલાં પુસ્તકો લખનાર આજે ભારતવર્ષમાં ઓછા હશે. સાથે વ્યાખ્યાન, સાથે ધ્યાન, સાથે વિહાર, સાથે સમાજો દ્વારની સતત ધારણું, સમાજનું ભલું કરવાની તમન્ના, સાથે સમાધિ ! ને સાથે સાથે એકસો આઠ પુસ્તકો સર્જવા એ સામાન્ય પુરુષાર્થ નથી !
માનવતાની શોભારૂપ કઈ કાર્ય છે એમની છાતી ફૂલી ઊઠતી, જૈનત્વને જયજયકાર જોઈ હૈયું થનગની ઊઠતું. એ ઘણી વાર કહેતા: “એક જૈન બાળકના જન્મના સમાચાર
For Private And Personal Use Only