________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરિષદ
૨૯૩ અહી જ સૂરિજી ગૃહસ્થાવસ્થામાં યતિશિષ્ય બાપુલાલજીને ભણાવવા રહ્યા હતા. અહી જૂનો ગ્રંથ ભંડાર છે. અહીંથી તેઓ લેદરા આવ્યા. અહીં માહ વદી સાતમના રોજ મધ્યાä લેદરા બહાર ધ્યાન ધરતાં અપૂર્વ ભાવ ઉલસ્પે. આ વેળા મુનિ મહેન્દ્રસાગરજી સાથે હતા. છેલ્લા કેટલાક વખતથી તેમનું મન કંઈ અંતરના દિવ્ય આનંદની ઝાંખી અનુભવી રહ્યું હતું. આ અંગે પિતે કહે છેઃ
ગામ લોદરા બાહિર રે, સ્ટેશન વડ પાસે, બાર વાગે જઈને રે, યે ધ્યાન ઉલ્લાસે મુ તો પો ગે આત્મસ્મરણમાં, લાગ્યું અનુભવ તાન,
બાહિર દશ્ય ચલાલસૃષ્ટિ, ભુલાયું જડભાન.” લેદરાથી વિહાર કરી મહુડી આવ્યા. આ માટે બેંધે છે કે,
“મહુડી ગામ વસ્યાં ત્રણ-ચારસો વર્ષ થયાં, એમ કિંવદતિ છે. મહુડી પાસે સાબરમતીના કાંઠા પર ખડાયતા ગામ છે, તેમાંથી મણ-મણની ઈટો નીકળે છે. તે ગામ પ્રાચીન હતું. તેમાંથી એક અજીતનાથ કાઉસગ્ગીઆ નીકળ્યા છે. જૂના ખડાયતાના ખંડેરામાં જૈન મંદિર અને તેનું ભંયરું હેવાને સંભવ છે, કારણ કે ત્યાં જીર્ણ પ્રતિમાના ખંડ મળે છે. હાલ મહુડી ગામમાં એક જિનમંદિર છે. શ્રાવકનાં ત્રીશનાં આશરે ઘર છે. કાલીદાસ વહેરા વગેરે શ્રાવકના આગેવાન છે. ”
મહુડીથી વિહાર કરી દશ સાધુઓ સાથે તેમણે જન્મભૂમિ વિજાપુરમાં મહા વદ ૧૨ ને શનિવારે પ્રવેશ કર્યો. અહીં કેટલાએક દિવસ રહી વિહાર કર્યો, ને ગવાડા ગયા. ગવાડાથી પામેલ ગયા અને ત્યાંથી સાત સાધુઓ સાથે ભાલકમાં આવ્યા, ને ઉનાળાનું આકાશ તપવા લાગ્યું. ધોમ ધખવા લાગ્યા ને વંટોળીઓ ચઢવા લાગ્યા. કવિત્વનું ઝોકું આવી ગયું.
ઉન્ડાળે હવે આવી, તાપે પૃથ્વી તપંત, વંટોળિયા બહુલા ચઢે, ઊના વાયુ વહંત. તાપે તપતાં પંખીઓ, કરે વૃક્ષ વિશ્રામ, આંબા કેરીએ શોભતા, સંતસમ ગુણધામ. લગ્ન ઘણાં જ્યાં ત્યાં થતાં, વાગે વાજિંત્ર બેશ,
બુદ્ધિ સા ગ ર ધર્મથી, થાય શાનિત હમેશ. ને કુદરત પરથી કવિ તે પ્રદેશના શ્રાવકના સ્વભાવનું વર્ણન કરે છે.
વિનયવંતા વિવંત, વિદ્યાવંત સુજાણ,
વિદ્યાપુર શ્રાવક ખરા, પંચાતી ગુણુવાન. લોદરા માટે નોંધે છે કે, દરામાં એક જિનમંદિર સંવત ૧૮૬૫ ની સાલનું છે. શ્રાવકનાં ૮૦ ઘર છે. શ્રાવકેના વ્યાખ્યાન શ્રવણરુચિ સંસ્કાર દશ-બાર વર્ષથી તો અમારા દેખવામાં સમ્યગ આવ્યા છે.
For Private And Personal Use Only