SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુને નાટારંભ ર૮૧ અને સહુથી વિશેષ ઉદારતા જોઈ મુગ્ધ થયા, ને જણાવ્યું કે, શ્રીમદ્ બુધિસાગરજી જેવા સાધુઓથી જૈન કેમને ઉદય થઈ શકે છે.” પણ કાળ તે જુદુ કહેતો હતો. એ તે દિગન્ત વ્યાપી પડઘા પાડતે હતો કે “શ્રીમદ્ બુદ્ધિસાગર જેવા સાધુઓને જેન કેમમાં ઉદય કયાંથી?” અસ્તુ, અને કાળને પ્રવાહ જાણે સાગર સંપ્રદાયના સ્થંભ ઉપર પ્રહાર કરવા તલસી રહ્યો હતો. પહેલે પ્રહાર હજી ચાતુર્માસને પ્રારંભ પણ નહોતો થયો ત્યાં, સં. ૧૯૬૮ના જેઠ વદ ચેથ ને મંગળવારની રાતે અમદાવાદના એક મહાન શ્રેષ્ઠી. શેઠ લાલભાઈ દલપતભાઈને સ્વર્ગવાસ થયો. અમદાવાદનું આભૂષણ, જનેની મહામાન્ય વ્યકિત ને સાગરગરછનો સ્થંભ એ દહાડે વિલેપ થયો. ચરિત્રનાયક પિતાની નંધમાં અંજલિ આપતાં લખે છેઃ આજની રાત્રિએ અમદાવાદ સંઘના આગેવાન, સાગરગચ્છના આગેવાન શેઠ લાલભાઈ દલપતભાઈને આત્માએ દેહનો ત્યાગ કર્યો. રાત્રે એક વાગે નખમાં પણ રોગ ન હોય એવી દશાએ વાતચીત કરતા સૂઈ ગયા, અને પ્રાતઃકાલમાં તેઓ એકદમ છાતીના રોગથી મરણ પામ્યા.” * તેમની માતા ગંગાબેન ઉપર તેમને અત્યંત પ્રેમ હતો. તેમની આજ્ઞાને કદી લેપ કરતા નહીં. શેઠ લાલભાઈ અમારી પાસે ઘણીવાર દર્શનાર્થે આવતા હતા, તેથી તેમના ઉત્તમ સદગુણો જોવાનો અમને વખત મળ્યો હતો. જૈન તીર્થોની રક્ષા અને કન્યાઓને કેળવવામાં તેઓ આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેમના હાથે અનેક શુભ કાર્યો થયાં છે. જૈનકોમમાં પ્રથમ નંબરનો એ આગેવાન પુરુષ હતો. માતાના ઉપર પ્રેમ અને માતાની આજ્ઞા પાળવામાં તેના જેવો શ્રીમંત પુરુષ મારી આંખે અદ્યાપિપર્યન્ત અન્ય દેખાય નથી. સરકાર તરફથી તેમને “સરદાર 'ની પદવી મળી હતી, મુંબઈ ઇલાકામાં આગેવાન, આણંદજી કલ્યાણજીની પેઢીમાં આગેવાન, પરસ્ત્રીસહોદર, જૈનકામનો તંબ અને ગૂર્જરદેશનો દીપક ગુલ થયો દેખીને, કોના મનમાં વૈરાગ્ય ન પ્રગટે? “ જૂનો જમાનો અને નવો જમાને જોનાર અને સમયને ઓળખનાર ઉત્તમ શેઠ હતા, તેમના મરણથી આખા અમદાવાદ શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો છે. શેઠ લાલભાઈમાં પોતાનાં કામ પિતાના હાથે કરવાનો ઉત્તમ ગુણ હતો. જેનશાસન પર અત્યંત પ્રેમ હતો. જૈનધર્મની હાડોહાડ શ્રદ્ધા ધારણ કરનાર તે શેઠ હતા. દરરોજ એક સામાયિક કરવાનો અને પ્રભુપૂજા કરવાની દઢ પ્રતિજ્ઞાધારક તે હતા. દરરોજ તેઓ સામાયિકમાં આનંદઘનજી, ચિદાનંદજી, અને યશોવિજયજીનાં પદો ગાતા. તે પદો કેટલીક વખત મેં સાંભળ્યાં પણ હતાં. તેઓએ જૈનધર્મનાં કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. સતત ઉદ્યોગ, વ્યવહારકુશળતા, વ્યસનરહિત દશા, ધર્યા, ગંભીરતા, વિવેક અને ગુરુજનસેવા વગેરે ગુણે તેમનામાં ઘણાં હતા, તે વારંવાર સ્મરણમાં આવે છે. તેમના આત્માને શાંતિ મળો ! આ સંસારમાં કોઈ અમર રહ્યો નથી ને અમર રહેનાર નથી, મૃત્યુના પંજામાં ફસાતાં પહેલાં ધર્મની આરાધના કરી લેવી જોઈએ.” એક ચતુથી તે દુઃખદાયક સમાચારથી ભરી વતી હતી ત્યાં અસાડ વદ ૪ ના રોજ નગરશેઠના વડેથી વિનંતિ આવી કે નગરશેઠ ચીમનભાઈ બહુ માંદા છે. આપના મુખે ધર્મો ૩૬ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy