________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહમયીમાં
મુંબઈની સેંધપેથી વળી અનેક જાતના નવનવા વિચારો નોંધે છે એમાંથી એ વેળાને આ ઈતિહાસ નજર સમક્ષ ખડે થઈ જાય છે. એ કવિરાજા વળી નેધે છે –
“મુંબઈ નગરીમાં અનેક ગરછના અને અનેક મતના શ્રાવકો વસે છે. મત અને ગછના ભેદે સર્વને એકસરખા પ્રિય તથા એકસરખી શ્રદ્ધાના સ્થાનભૂત બનવું મહા મુશ્કેલ છે. છતાં કેટલાક મનુષ્ય કે જે અમુક સાધુઓના અત્યંત રાગી અને અન્ય સાધુઓના એકાન્ત હૈષકારકો વિના–ઘણાઓને સામાન્ય રીતે સંતેષ દેવાયો... મુંબઈ નગરીમાં એકંદરે શ્રોતાઓને સારે લાભ જણાયો છે. અત્રે પૂર્વે આવેલા કેટલાક સાધુઓના ચેમાસામાં જેવી ધમધમ્માઓ થઈ હતી, તેમાંનું આ વખતે કંઈ થયું નથી. એકંદરે ઔપદેશિક કાર્યોમાં સારો લાભ થયો છે.–ફક્ત સુરત વગેરેમાં સાધુઓના કલેશના લીધે જૈન ગુરુકુળની સ્થાપના થઈ નહિ.'
“રાત્રે નવ વાગે દઢ નિશ્ચય કરવામાં આવ્યો કે ગમે તેવો મનુષ્ય હોય તો પણ તેના ચોગ્ય ગુણેની જ પ્રશંસા કરવી. પ્રશંસા કરવાના વખતે યોગ્ય ગુણે જે જે અંશે ખીલ્યા હોય તેટલા જ કહેવા. ધર્મના ગમે તેવાં કાર્ય કરાવવાં હોય તે પણ યોગ્ય ગુણોને અતિક્રમીને અન્યોને ચઢાવવા વિશેષ કહેવું નહિ. જોકે પૂર્વે આ રીતે ઘણે ભાગે વર્તતું હતું, તો પણ જૈન કોમના શ્રાવકસમૂહના અગ્રગણ્ય શેઠિયાઓને કંઈપણ કાર્ય કરવાને ઉત્સાહ ચઢાવતાં કેટલુંક વિશેષ થઈ જતું હતું. તેથી દઢ પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અન્ય સાધુઓ સંબંધમાં પણ આ રીતે જ વર્તવાનો સંકલ્પ કર્યો છે. આત્મતત્ત્વનું ધ્યાન કરતાં કરતાં નિદ્રાવશ થવાયું.”
“રાત્રિના સમયે આત્માની શક્તિઓનું ધ્યાન ધર્યું.”
વ્યાખ્યાન વિના સ્ત્રીના પરિચયમાં સાધુએ ખાસ કારણ વિના ન આવવું, તેમાં અત્યંત હિત સમાયેલું છે. અદ્યાપિપર્યત પ્રાયઃ આ નિયમ પ્રમાણે વર્તવાથી પિતાનું અને પર મનુષ્યનું શ્રેય યથાશકિત કરાયું છે. બ્રહ્મચર્યના પ્રતાપે ઘણા ઉપદ્રવો કે જે દુર્જન દ્વારા કરાયા-કરાય છે. તેમાંથી નિર્વિધનપણે પસાર થવાય છે. બ્રહ્મચર્યથી અદ્યાપિપર્યન્ત જીવન વહન કરાય છે.”
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું કે જે “સરસ્વતીચંદ્ર' ગ્રંથના લેખક છે તેમનું જીવનચરિત્ર વાંચ્યું. તેમના જીવનચરિત્રમાંથી ઘણા સદ્દગુણ ગ્રહણ કરવા યોગ્ય છે. જેનેતર વિદ્વાનોના પણ માર્ગાનુસારી ગુણે પ્રશંસવા ગ્ય છે.”
જ્યારે હૃદયમાં ક્રોધ પ્રગટયો હોય ત્યારે બને ત્યાં સુધી કેઇની સાથે વાર્તાલાપ કર
For Private And Personal Use Only