________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
ગનિષ્ટ આચાર્ય
સામ્રાજ્ય પ્રવર્તતું હતું ત્યારે જૈનેને મહાન અભ્યદય હતા. સંપ્રતિ એકાદશ સમય જનેને હોય તો જૈનધર્મની કેવી જાહેરજલાલી હોય તેને સહેજે ખ્યાલ આવે તેમ છે.”
વળી એ જ પાનું પ્રેમના આ સાગરના હસ્તે નવી રીતે આલેખાય છે. મુંબઈમાં ચાલતી અનેક પ્રવૃત્તિઓની ભાળ એ રીતે મળી રહે છે.
“અવિનેય શઠ વિદ્યાર્થીઓને તેમની આજીજી અને ઉપર ઉપરના કૃત્રિમ પ્રેમથી રાખવામાં આવ્યા, અને તેઓને સહાય આપી, પણ શાળાની પેઠે સ્વાર્થ નહિ સરતાં કેટલાક પ્રતિપક્ષી બન્યા. અને ઉપકારને ભાઈ દોષ'ની પેઠે આજીવિકાના અને સ્વાર્થના લાલચુઓ મદિરાના માંકડાની પેઠે પરના ભમાવ્યા ભમીને ઉપસર્ગ માં હેતુભૂત થયા, તે અનુભવ થયો. તેથી હવે પ્રથમથી જ પૂર્ણ વિચાર કર્યા વિના પૂર્વની પેઠે પ્રવૃત્તિ ન કરવી, તેમ જ સાધુશિષ્યોને પણ અનેક પ્રકારે પરીક્ષા કરીને ગ્યતા તપાસી કરવા, એવી પ્રતિજ્ઞાને આજથી ધારણ કરવામાં આવે છે.”
અને આ રીતે પ્રતિજ્ઞા કર્યા પછી, કેઈ જંગલમાં નિરાંતે વસતા મસ્ત પુરુષને રાજપાટ આપી રાજખટપટમાં નાખી દેતા જેવો એ એકાકી, આનંદી પુરુષને વિષાદ થાય, મૂંઝવણ થાય તેવું અહીં કંઈક દેખાય છે. એ પછીના થોડા દિવસની ધમાં લખે છેઃ
જ્યાં સુધી શિષ્ય નહોતા કર્યા ત્યાં સુધી ચારિત્ર માગ અને સાધુ-શિષ્ય કર્યા પશ્ચાત, ચારિત્ર માર્ગને અનુભવ થડા ઘણા અંશે ભિન્ન હતા; પણ અનુભવનું સ્વરૂપ તો એક જ ભાસે છે. ”
વળી એની જ નીચે નોંધે છે :
“ધનાઢ્ય અને જેન કામના અગ્રગણ્ય અમદાવાદ, સુરત અને મુંબઈ આદિના શ્રાવકેના સમાગમમાં આવીને અદ્યાપિ પર્યત ઉપાધિરહિત દશામાં રહેવાયું છે, અને પ્રસંગોપાત પ્રવર્તતી એવી ધર્મકાર્યોની ઉપાધિઓની કલેશકર ખટપટમાં પ્રવેશાવ્યું નથી, અને ઉપદેશ દ્વારા ઔપદેશિક વચનથી જે કથાય છે, તે કહ્યું છે,–તેમાં આનદ માનું છું. ભવિષ્યમાં આના કરતાં નિર્લેપ જિંદગી વિશેષ પ્રકારે પ્રાપ્ત થાઓ એમ ભાવ રાખું છું. વીતરાગની આજ્ઞા પ્રમાણે જૈન શાસનની ઉન્નતિ અર્થે ઉત્સર્ગ અને અપવાદથી ઔપદેશિક પ્રવૃત્તિ થાય તે તેમ કરવા યથાશકિત પ્રવૃત્તિ કરીશ.”
- અમે એ વખતે ચાલતા કલેશનાં અનેક રૂપે રજૂ કરી વાચકને રાગદ્વેષમાં નાખવા ઈચ્છતા નથી. એ વેળા કેટલાંક છાપાંઓ ચાલતાં હતાં જેના નિયામક અમુક સમર્થ સાધુઓ હતા. આ છાપાંઓમાં ધર્મના વિચારો સુંદર રીતે રજૂ થતા, પણ એ ઉજળી બાજુને જરા શ્યામ બાજુ પણ હતી. સ્વપક્ષના પ્રચાર માટે અને પ્રતિપક્ષને હલકી રીતે ઉતારી પાડવા માટે જ્ઞાનપ્રચારના ઉત્તમોત્તમ સાધનને હલકી રીતે પણ વાપરવામાં આવતું. અને જે એવાં ત્રણેક પત્રોની ફાઈલે સંગ્રહી–જે જે સાધુઓ માટે ટીકાઓ થઈ હોય તેનું સર્વસંગ્રહ રૂપ તારણ કર
For Private And Personal Use Only