________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
ગનિષ્ઠ આચાર્ય
ચરિત્રનાયક જેમ જેમ મુંબઈ નજીક આવતા ગયા તેમ તેમ સત્યને તેમને અનુભવ થતો ગયો. અને તેમ તેમ એમની રોજનીશીમાં સારા માઠા પડછાયા પડવા લાગ્યા. વિહાર કર્યા પછીની પહેલી નેધ કહે છે
“જે ગામનો ઉદય થવાનો હોય છે, તે ગામના લોકોમાં સંપ, પ્રેમ, મિત્રોની ભાવના, પરસ્પર સહાય, કેળવણી, ઉદ્યોગ, વેપાર વગેરે વધે છે. જે ગામને ઉદય થવાનો હોય છે, તે ગામના લોકોનાં ચઢતાં પરિણામ જોવામાં આવે છેઃ ને ઉત્સાહ વડે લેકોનાં ચિત્ત પ્રફલ બનેલાં દેખાય છે.....સં૫, પ્રેમ, આંખમાં અમી, ગુણાનુરાગ, ઉદ્યોગ, સહાય, ઉત્સાહ વગેરે ગુણો જ્યાં જ્યાં પ્રગટી નીકળે છે. ત્યાં ત્યાં ઉદય થતે દેખાડવામાં આવે છે.”
આ પછીની બીજી નોંધમાં તેઓ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં લખે છેઃ
“અમારા ઉપર શ્રધ્ધાપૂજ્યબુદ્ધિ ધારણ કરનારા ભકતોએ શ્રીવીતરાગના વચનાનુસારે કથેલા વિચારોને દેશદેશ ફેલાવો કરવા પ્રયત્ન કરે, અને વિચારોને આચારમાં મૂકવા પ્રયત્ન કરો. અમારા વિચારો પર ચિ ધારણ કરનારા મનુષ્યોએ સવિચારોની પરંપરા વધે એવા ઉપાય જવા અમારા વિચારોમાં વીતરાગ વાણીને આધારે જતાં કઈ કઈ બાબતમાં અસત્યતા લાગતી હોય તે ભૂલભરેલા વિચારોનો સુધારો કરવો અને કદાપિ પિતાની ભૂલથી અમારા વિચારોમાં ભૂલ જણાતી હોય તો તેઓએ જ્ઞાની સાધુઓ વગેરેને પૂછી સમાધાન કરવું. અમારા વિચારે કેઈને ન રુચે તે તેણે અમારા ઉપર દ્વેષ ધારણ ન કરતાં શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જોવું.
- “અમારા લેખમાં–વ્યાખ્યાનોમાં છવસ્થ દષ્ટિથી ભૂલ થવાનો સંભવ છે, તેથી જ્ઞાની સાધુ વગેરેએ ભૂલોને સુધારો કરે. જે કંઈ બોલવામાં આવે છે, તે ભૂલ કરવાને માટે
લાવવામાં આવતું નથી, જે કંઈ લખવામાં આવે છે, તે ભૂલ કરવાને માટે લખવામાં આવતું નથી. જ્ઞાની મનુષ્ય લેખકને આશય ધ્યાનમાં રાખીને ન્યાય આપે છે.
અમારા ઉપર જેઓ ભકિતભાવથી દેખતા હેય તેઓએ અમારા વિચારોના અનુસારે મન, વાણી, કાયા, સત્તા અને લક્ષ્મીનો ભોગ આપીને જગતના જીવોનું કલ્યાણ કરવા તત્પર થવું. પોતાના આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરે અને અન્ય જીવોને પણ આત્માનું સ્વરૂપ જણાવવા હરેક રોતે પ્રયત્ન કરો.”
આટલી સ્પષ્ટતા પછી તેઓ મુંબઈ આવી પહોંચે છેઃ ને ભારે ઠાઠમાઠ સાથે માહ સુદ પુનમને દિવસે પ્રવેશ થાય છે. કહેવાય છે, કે આવું ભવ્ય સ્વાગત આ પૂર્વે કેવળ મેહનલાલજી મહારાજનું જ થયું હતું. એ દિવસની (તા. ૧૩-૨-૧૧) નેધથી લખતાં તેઓ લખે છે કે –
ધર્મક્રિયા કરી. ભાયખલાથી વિહાર કરીને પોતાના આઠ સાધુઓ સાથે આઠ વાગે મુંબઈમાં પ્રવેશ કર્યો. શ્રાવકે એ પચ્ચીસ છાબેલા કર્યા હતા. છાબેલા દીઠ ભિન્ન ભિન્ન
For Private And Personal Use Only