________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદ્રષ્ટાનું સુરત લખમીચંદ જેઓ “ચાંપલી’ના ઉપનામથી ઓળખાતા તેઓ પણ વિદ્વાન મુનિરાજની ભાવવાહી ને શાસ્ત્રીય વાણી સાંભળવા આવતા. શ્રીયુત છોટાલાલે પુણ્યલેક બુટેરાયજી, મહાપ્રતાપી શ્રી. મુલચંદજી મહારાજ, શ્રી રવિસાગરજી મ. ના શિષ્ય શ્રી. શાન્તિસાગરજીનાં વ્યાખ્યાને સાંભળ્યાં હતાંને સુપ્રસિદ્ધ તપસીજી પાસેથી તન અવધ કર્યો હતો. દ્રવ્યાનુયેાગના તેઓ સારા જ્ઞાતા હતા.
અન્ય પ્રસિદ્ધ શ્રોતાઓમાં વિદ્યાશાળાના કેટલાક ગૃહસ્થ, નગરશેઠ મોહનલાલ લલ્લુભાઈ તથા ઉજમ ફઈની ધર્મશાળાના સંરક્ષક મુખ્ય હતા, અમદાવાદના પ્રસિદ્ધ માસ્તર શા. હીરાચંદ કઠલભાઇ, શા. બાલાભાઈ કાલભાઈ, શ્રીયુત આલમચંદ, આંબલીની પાળના ઉપાશ્રયના આગેવાન શ્રાવક હીરાચંદ સજાણજી વગેરે પણ હતા.
શ્રાવિકાઓમાં શેઠાણી ગંગાબેન, શેઠ ઉમાભાઈ હઠીસીંગનાં પત્ની સુશ્રાવિકા ચંચળબેન, નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈનાં પત્ની મુકતાબેન, શેઠ દલપતભાઈ મગનલાલનાં સુપુત્રી સરસ્વતીબેન તથા શેઠ લાલભાઈ દલપતભાઈનાં સપુત્રી માણેકબેન વગેરે હતાં. આ બધી બહેન પ્રકરણની સારી જ્ઞાતા હતી. સાધ્વીઓમાં હરખશ્રીજી વગેરે હતાં.
આ બધાના આગ્રહથી વ્યાખ્યાનમાં આવશ્યક સૂત્રનું વાચન શરૂ થયું. ને ઉત્તર વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તર રત્નમાલા વંચાવા માંડયું. શ્રોતાઓની ભારે મેદની જામવા લાગી. ઉપાશ્રયમાં જગ્યાની તંગી લાગવા માંડી. વ્યાખ્યાતા ને શ્રોતાની અદૂભુત તલ્લીનતા જામી હતી; અને એવી તકલીનતા જામી જાય ત્યારે સ્થળ-કાળનો વિચાર લુપ્ત થઈ જાય છે. પહેલા જ વ્યાખ્યાનમાં દેઢ કલાક વીતી જવા લાગ્યા. આખરે એ નિર્ણય કરવામાં આવ્યો કે પાછળના વ્યાખ્યાનમાં શ્રી ચરિત્રનાયકના નવા શિષ્ય શ્રી અજિતસાગરેજી વ્યાખ્યાન વાંચે. આ નિર્ણય પ્રમાણે શ્રી, અજિતસાગરજીએ ભીમસેન રાસ વાંગવો શરૂ કર્યો; ને પિતાન વાણીમાધુર્ય ને વાકછટાથી શ્રોતાઓનું મન હરી લીધું. ગુરુને યોગ્ય શિષ્યની પ્રાપ્તિથી સહુ હિતેષીનાં મન સંતોષ અનુભવવા લાગ્યાં.
આ વેળા અમદાવાદમાં જુદા જુદા ઉપાશ્રયે સુવિહિત સાધુઓનાં ચાતુર્માસ હતાં. પાંજરાપોળના ઉપાશ્રયે શ્રી. હસવિજયજી મહારાજ હતા. ઉજમફઈની ધર્મશાળાએ ૫. શ્રી. ચતુરવિજયજી હતા. વિદ્યાશાળા ખાતે પંન્યાસ મેઘવિજયજી ને ડહેલાના ઉપાશ્રયમાં પંન્યાસ ભાવવિજયજી ને પંન્યાસ નીતિવિજયજી હતા. લવારની પળના ઉપાશ્રયે મુનિ બુધિવિજયજી તથા પંન્યાસ પ્રતાપવિજયજી હતા, વિમલના ઉપાશ્રયે શ્રી, સૌભાગ્યવિમલજી વગેરે હતા.
ચરિત્રનાયકને શ્રી. હંસવિજયજી મહારાજ સાથે ઘણો ધર્મ સ્નેહ હતો; અને તેઓ અનેકવાર તેમને સમાગમ કરતા, આ ઉપરાંત તેમની હમેશની આદત મુજબ એ સર્વ સંપર્કમાં માનનારા હતા; અને તે કારણે અવાર નવાર સહુને મળ્યા કરતા, સહુની સાથે વિચારોની આપ-લે કરતા. ને તેમનું દ્રષ્ટિબિંદુ સમજવા યથાશક્ય પ્રયત્ન કરતા. આ સરલ,
For Private And Personal Use Only