________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨] સ્વપ્નદ્રષ્ટાનું સૂરત
Aજરાતનો જૈન સમાજ અને વિશેષ કરીને અમદાવાદને જન સમાજ ચોંકી ઊઠે હતા. કારણ કે એક નહિ પણ પાંચ પાંચ સ્થાનકમાગી સાધુઓ મૂર્તિપૂજક પંથની સાધુતા સ્વીકારતા હતા અને મૂર્તિપૂજકંધર્મ સ્વીકારાવવાનું શ્રેય શ્રીમાનબુધિસાગરજીને ફાળે જતું હતું.
શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં પુણ્યશ્લેક બુટેરાયજીથી લઈને એક પ્રતાપી સ્થાનકમાગ મુનિઓને વર્ગ ઊતરી આવ્યો હતે. ને એ સ્થાનકમાગી સાધુઓએ શ્વેતાંબરી મૂર્તિપૂજક સાધુઓ કરતાં વિશેષ પ્રભાવ, તમન્ના ને ખુમારી દર્શાવી સમાજને ઉન્નત કર્યો હતો. આજે એ સ્ત્રોત જાણે ફરી વહી નીકળ્યા હોય તેમ લાગતું હતું.
શેઠ દલપતભાઈ ભગુભાઈનો વડો આ કાર્ય માટે નિણત કરવામાં આવ્યો હતો, ને સલામતીપૂર્વક ચારે સાધુઓને ત્યાં રાખવામાં આવ્યા હતા. એક જ ધર્મના ત્રણ ફિરકામાંથી પણ, એકબીજાના થડા થોડા ફેરફાર સાથેના મત-પથનો સત્યશોધક બુધિથી સ્વીકાર કરે, એ સાંપ્રદાયિક અભિનિવેશના કાળમાં દુષ્કર કાર્ય હતું.
યોગ્ય સમયે કાર્યનો ભવ્ય રીતે આરંભ કરવામાં આવ્યો : ચારે સ્થાનકમાગી સાધુઓમાંથી વડા શ્રી. અમીરખજી ઋષિનું નામ અજિતસાગરજી, તેમના બંધુનું નામ મહેન્દ્રસાગરજી ને અન્ય ત્રણ સાધુઓનાં નામ સૌભાગ્યસાગર, હીરસાગરજી ને સિધિસાગરજી રાખવામાં આવ્યાં. જનતા આ નવા સાધુઓને જોઈ આનંદમાં ગરકાવ થઈ ગઈ, ને મૂર્તિ પૂજક સમાજે એ દિવસે પોતાનો દિગ્વિજય માણ્યો.
શ્રીમદ બુધિસાગરજીના શિષ્ય તરીકે જ્યારે શ્રી. અજિતસાગરજી વગેરે આવીને ખડા રહ્યા ત્યારે સહુને લાગ્યું કે યોગ્ય ગુરુને યોગ્ય શિષ્યની પ્રાપ્તિ થઈ ગઈ. નવમુનિ શ્રી. અજિતસાગરજીની પ્રાભાવિક મુખમુદ્રા, જવલંત રૂપ રાજગી જે રૂવાબ જોઈ બધા આનંદમાં ગરકાવ થઈ ગયા.
ચાતુર્માસના દિવસો નજીક હતા. અમદાવાદનો જૈન સમાજ ભારે આકષાયો હતો, સારા સારા શ્રોતાજને એકત્ર થતા હતા. શ્રોતાઓમાં શિરોમણિ જેવા શ્રીયુત છોટાલાલ
For Private And Personal Use Only