________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
અધ્યાત્મજ્ઞાન પ્રચારક મ ડળ
૨૩૧
બીજે દિવસે ગામે ગામ કંકોતરીઓ લખવામાં આવી. દરેક ગામથી સારા સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થો આવવા લાગ્યા. એમાં જૈન ઉપરાંત જૈનેતર અને મુસલમાનો પણ હતા. લગભગ બે હજારની સંખ્યા એકત્ર થઈ ગઈ.
જાહેર ભાષણો માટે એ વેળા જબર દાબ હતો; પણ વૈષ્ણની ધર્મશાળામાં ત્રણ ત્રણ દિવસ સુધી જાહેર વ્યાખ્યાન થયાને હજાર જૈન ચરિત્રનાયકની પ્રેરક ઉત્સાહક વાણ સાંભળી પ્રસન્ન થયા.
એ વેળા “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ” સ્થાપવામાં આવ્યું. તેનું ફંડ કરવામાં આવ્યું, ને ધારાધોરણથી વ્યવસ્થિત કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા પોતાના ગ્રંથશિષ્યને પ્રગટ કરવાનો નિરધાર કરવામાં આવ્યો. એ એમના જીવનના મહાન ઇરાદાની પ્રાથમિક સફળતાને પુણ્ય દિવસ હતો. આ બડભાગી સંસ્થાએ એ કાર્ય અન્ત સુધી નીભાવ્યું.
અમદાવાદના ભકતને આગ્રહ હતઃ પિતાને ત્યાં ચતુર્માસ રહેવાને. પણ માણસાના સંઘને આગ્રહ વધુ હતું. એ ચાતુર્માસ માણસામાં થયું. ગુરુ શ્રી સુખસાગરજી મહારાજ મહેસાણામાં ચાતુર્માસ રહ્યા.
શહેર કરતાં આવાં ગામોમાં લેખન, વાચન ને ધ્યાનને સારો અવકાશ મળતો. સવારમાં અને બપોરે ગ્રંથવાચન-ખાસ કરીને આધુનિક ઇતિહાસકારોના ગ્રંથો તેમણે આ ચાતુર્માસમાં વાંચ્યા. શાસ્ત્રીજી પાસે વેદના મીમાંસા ગ્રંથનું અધ્યયન કર્યું. રાત્રીમાં ને સવારમાં ધ્યાનની પ્રવૃત્તિ શરૂ રાખી.
લોકસંપર્કના ભારે શોખીન કે ભજનિક, કઈ ગાયક, કઈ ભરથરી, કેઈ ફકીર, સાંઈ, દરેવેશ સાધુ સંન્યાસી રોજ રોજ મુલાકાતે આવતા, ભજનોની ધૂન જામતી. દ્રષ્ટાંત ને ઉપદેશની અવિરત ધારા વહેતી. કેઈને બાધા, કેઈને નિયમ, કોઈને કંઈ ! રબારી લોકોને એકઠા કરી બંદોબસ્ત કરાવ્યો કે કેાઈને ઢેર ન વેચવાં. આજુબાજુનાં ગામડાંઓમાં આ સુદ આઠમે ઠાકરડાએ બકરાં વગેરેનો વધ કરતા. ઉપદેશ દ્વારા એ બંધ કરાવ્યું.
માણસાના એ ચાતુર્માસમાં લીંબોદરાના ઠાકોર અને અલુવાના ઠાકોર પણ અવારનવાર લાભ લેવા આવતા. ચાતુર્માસ ઊતરે ચરિત્રનાયક શ્રી અમૃતસાગરજી સાથે વિહાર કરતા તેઓ મહેસાણા આવ્યા ને ગુરુશ્રી સાથે આગળ વધ્યા.
ભેચણી, કડી, સાણંદ થઈ અમદાવાદ આવ્યા. આ વેળાના ચોમાસામાં ભાવનગર ખાતે પૂજ્યપાદ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય શ્રી નેમવિજયજીપે ભાવનગરમાં ને શ્રી ધર્મવિજયજીએ કાશી બનારસમાં આચાર્ય પદવી લીધી. કેટલીએક ચર્ચાઓ વહી નીકળી પણ આપણા ચરિત્રનાયકને એમાં રસ નહોતે. ખટપટથી એ સદા દૂર રહેતા.
પાદરાવાસીઓના આગ્રહથી ચરિત્રનાયક શ્રી અમૃતસાગર તથા શ્રી ત્રાદ્ધિસાગરજીને લઈ પાદરા ગયા. પાદરા જતા માર્ગમાં જાહેર ભાષણ આપ્યાં. ખેડામાં બે ભાષણ આપ્યાં.
For Private And Personal Use Only