________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
j[lly
તારાઇ,
[૯].
ગ તરફ
યાદશી ભાવના તાદ્રશી સિધિ: એ જૂનું પણ અનુભવનું વાક્ય છે. સાધુતાનાં ત્રણ ત્રણ ચાતુર્માસ વિતાવી ચુકેલા મુનિરાજ પઠન-પાઠન ચલાવી રહ્યા હતા, પણ તેમનું અંતર યોગના અભ્યાસ તરફ ખેંચાયેલું હતું. ‘ચિત્તવૃત્તિ-નિષેધ હિ યોગઃ ” એ સૂત્ર મુજબ ચંચળ મનને બાંધવા ઘણા વખતથી કંઈ ને કંઈ પ્રક્રિયાઓ કરી રહ્યા હતા, પણ તે બાબતમાં વિશેષ દિશાસૂચનની એમને સદા જરૂર લાગ્યા કરતી. હજી ધ્યાનથી જે સ્વસ્થતા આવવી જોઈએ, જે આત્માનંદની જ્યોતિ ઝગમગી ઊઠવી જોઈએ, એ થતું નહતું. થતું તે, ક્ષણજીવી રહેતું. આત્માનંદ માટે, આત્મબળની વૃદ્ધિ માટે ધ્યાન અને યુગની એમને ખૂબ આવશ્યકતા લાગતી.
એ આવશ્યકતા અચાનક પૂરી થઈ ગઈ. પેથાપુરથી ખુલ્લી કુદરત વચ્ચે વિહાર કરીને આવતા મુનિરાજને કેઈએ ભાળ આપી, કે આજેલ અને લોદરાની પાસે, હર્યો ભર્યા ખેતરો ને આંબાવાડિયાં વચ્ચે એક બેરીઆ મહાદેવનું સ્થળ આવ્યું છે. મુંબઈમારવાડથી અનેક શ્રીમંતો દવા-દારૂ માટે ત્યાં આવે છે, ને સુંદર હવા ને દવાથી સાજાં થઈ પાછાં જાય છે.
આ પણ આપણા મુનિરાજને દવા ને હવાની વાતની જરૂર નહતી. અલબત્ત, કેટલાક વખતથી છાતીમાં દુઃખાવો રહ્યા કરતો હતો; પણ આ યોગીને કાયાની આળપંપાળ કરવાનું મન નહોતું થતું.
વાત કરનારે આગળ કહ્યું: “મહારાજશ્રી, એ સ્વામી હઠયોગ ને સમાધિના પણ
જાણકાર છે. ”
૨૭
For Private And Personal Use Only