SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ODOO मा बे बोल લેખકોએ શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું હા જીવનચરિત્ર બહાર પાડી ગુજરાતનું એ મહેણું ટોળ્યું છે; ઉપરાંત ઇતિહાસને એક ખૂટતા સોનેરી અકેડો સાંધી દીધો છે. હિદે સાચાં સાધુત્વને જ પીછાન્યું છે; માગીય સાંપ્રદાયિક સાધુત્વને નહિ જ. અલબત્ત પંથ, માર્ગો, સંપ્રદાય અને ધર્મોએ, પોતપોતાનું શુભ કાર્યો બજાવી હિંદી જનતામાં એક પ્રકારની ઉદાર સંસ્કારિતા-Catholicty ઉપજાવી છે. જેને લઈને ધર્મઝનૂન, ધમધેલછા, અને ધર્મ સન્નિપાત હિંદી જીવનમાં ધણુ હળવા બની ગયાં છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું જીવનચરિત્ર હિંદની આ યશસ્વી પ્રણાલિકા-માળામાં એક સુંદર મણુક ઉમેરે છે.. | હું તો માનતા જ આવ્યો છું કે વૈદિક, બૌદ્ધ અને જૈનમાર્ગે એકજ આર્યસંસ્કૃતિનાં કુળ છે અને પરસ્પરનાં પુરક છે. યુગ યુગથી એ ત્રણે માંગ"પ્રવાહા આય'સંસ્કૃતિ થલતા આવ્યા છે, અને ઘણી વાર એક બની, વળી સહજ વિભિન્ન બની, એક ઉત્કૃષ્ટ આયમાનસને આર્ય સંસ્કારને કહો કે સર્વગ્રાહી માનવ માનસને જડતા અને પોષતા આવ્યા છે. એક માગે બીજા માગેને ઘણું આપ્યું છે અને એકબીજામાંથી ઘણું ધણું લીધું પણ છે. સંસ્કારની એ આપલે કેવી સરળતાપૂવક થાય છે, એનું દૃષ્ટાંત વિદ્વાન લેખકેએ રચેલા શ્રી બુદ્ધિસાગરસૂરિજીના આ ચરિત્રમાંથી આપણને સહજ સમજાઈ જાય છે. જીવનચરિત્રના મધ્યબિંદુરૂપ વ્યક્તિ તે મહાન હતી જ; પરંતુ એ વ્યક્તિની માત્ર સપ્રિદાયિક મહત્તા જ નહિં, પરંતુ માનવ મહત્તા ઉપસાવવામાં આ ચરિત્રગ્રંથ સફળ થાય છે, એમાં જ લેખક યુગ્મની સાચી સિદ્ધિ રહેલી છે. le મેં પણ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનાં દર્શન કર્યા હતાં અને તેમના બે કદી કદી સાંભળ્યા હતા. સને ૧૯૨૨-૨૩માં મુલ્કી અમલદાર તરીકે હું વિજાપુર રહેતા ત્યારે મારા જીવનના નેધિવા જેવા ત્રણ પ્રસંગે બન્યા ! એક શ્રીમદ્ બુદ્ધિ સાગરસૂરિજીનાં દર્શન; બીજું તેમના જ રોગગુરુ કે યોગસહાધ્યાયી શ્રી બરિયા સ્વામીના દર્શન અને ત્રીજી વરસોઢાવાળા સંતકવિ ઋષિરાજનાં દર્શન. આચારવિચારની બહુ છૂટમાં માનનારા હું ધાર્મિક હોવાને લેશ પણ દાવ કરતા નથી, છતાં સાધુસરતાનાં મિલન મારા જીવનને ઠીકઠીક સ્પર્શી ગયાં છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું દર્શન આમ હું અભિમાન લઈ શકે એ મારે માટે પ્રસંગ ગણાય. જૈનસાધુઓના સમાગમ મારા જેવા હિંદુ બ્રાહ્મણ માટે સદાયે ઉત્સાહને જ વિષય રહ્યો છે. જૈનસાધુએાની તપશ્ચર્યા, જૈન સાધુઓની વિદ્વત્તા અને જૈનસાધુઓને વિરાગ મને સદા આકર્ષક લાગ્યો છે. બુદ્ધિસાગરસુરિજી જાતે શૈવ-વૈષ્ણવ માતાપિતાના પુત્ર, જ્ઞાતિએ પ્રાટીદાર; દીક્ષા લીધી જૈનધમની, અને જૈનધર્મીઓ ઉપરાંત કંક હિંદુમુસલમાન જનતાને પૂજ્યભાવ તેમણે [ ૨૩ ] For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy