________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
યાનિષ્ઠ આચાય
પણ, અને જુદાજુદા આચારવિચારવાળા હોય તેા પણ, તેઓ સાપેક્ષ દ્રષ્ટિથી પરસ્પર જૈનશાસનની સેવાભક્તિ માટે પરસ્પર મળી શકે ને ભેગા મળીને જૈનધમ નાં સારાં કાર્યાં કરી શકે. ” પાટણમાં આ પછી બીજો ઉત્સવ શ્રી. રવિસાગરજી મ૦ની પાદુકાની પ્રતિષ્ઠાનેા હતા. આ પાદુકા શ્રી. સુપાર્શ્વનાથના મંદિરમાં શ્રી. નગીનલાલ ઝવેરચંદે પધરાવી.
આ કાય પરિપૂર્ણ થયા પછી પાટણના કેટલાક ભંડારો જોયા, અને ઘેાડા દિવસેા બાદ પાટણથી આગળ વધ્યા. તેએ ચાણસ્મા, મેઢેરા, વડાવલી, આહજોલ, રાંતેજ, કટાસણુ થઇ ભેાયણી આવ્યા. ભાયણીમાં શ્રી. મલ્લીનાથ ભગવાનની દૅશન-યાત્રા કરી કડી, આદરજ ને સાંતજ થઇ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં શેઠ હઠીસીંગની વાડીએ સ્થિરતા કરી.
આ વખતે અમદાવાદ એક નવી ચળવળથી ધમધમી રહ્યું હતુ. વાદ-પ્રતિવાદ અને શાસ્ત્રાની ચેલેજો વગેરેની ભારે ધમાલ હતી.
વાત એમ હતી કે શ્રીમદ્ રાજચંદ્રજી નામના એક કવિ અમદાવાદમાં આવ્યા હતા. તેઓ મારી પાસે વવાણીયા ગામના રહીશ હતા. તેઓ ગુજરાતી સારા વિદ્વાન હતા, ને અવધાન પણ કરી શકતા હતા. તેમણે પેાતાના વિચારા ‘મેાક્ષમાળા’ નામના પુસ્તકમાં પ્રગટ કર્યા હતા, જેમાં તેઓએ ઘણાં વિધાન તદ્દન અપૂ જ કર્યાં હતાં, જેથી સમાજ ધણા ખળભળી ઊંઢચેા હતેા..
પાંજરાપેાળના ઉપાશ્રયે રહેતા શ્રી . નેમવિજયજી, ( વૃદ્ધિચદ્રજી મના શિષ્ય ), શ્રી. આનંદસાગરજી તથા શ્રી. મણિવિજયજીએ શાસ્ત્રાર્થ માટે ચેલેંજ કરી હતી. શ્રીમદ્ રાજચંદ્રના વિચારોને કેટલાક સ્થા. સાધુ, જૈના, જૈનેતાએ અપનાવી લીધા હતા. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક નાજીક દિવાલ છે, ને ઘણી વાર જાણતાં કે અજાણતાં એ ખંડિત થઇ જાય છે. પથ જેવી પ્રવૃત્તિ થઇ ગઇ હતી. કહેવાય છે, કે કેટલાક ભકતા પૂજા વગેરે કરવા સુધી
ગયા હતા.
આપણા નવા મુનિરાજની મનઃસૃષ્ટિ પર આ વસ્તુ લેા આવ્યાં; પણ તેમને આગળ વિહાર કરવાના હતા. તેઓ બેએક દિવસની સ્થિરતા બાદ દાણા લીંબડી, જેતલપુર, ખેડા, માતર, દેવા, પેટલાદ, કાવીઠા, ખેરસદ, ગભીરા, મુજપર, સાધી, મિયાગામ, ભરૂચ, અંકલેશ્વર, કાસંબા, સાયણ, તારગામ થઇને સૂરત આવ્યા.
આપણા જુવાન મુનિરાજ દરેક ગામે ગામે ત્યાંના અભ્યાસ કરી રહ્યા હતા. તેઆને લાગ્યું` કે શ્રાવકા ભાવભક્તિવાળા ઘણા છે; પણ વીજાપુર, આજોલ વગેરેની જેમ વિદ્વાન નથી. હજારે એકાદ એ તત્ત્વજ્ઞાનના જાણકાર દેખાયા.
સૂરત એ વેળા સેાનાની મૂરત જેવું હતું.શ્રાવકા સાધુ ઉપર અસીમ શ્રદ્ધા રાખનારા, તે મહાન સાધુના એક વચન માત્રથી ઉદ્ધાર થઇ જાય, તેવી ભાવના રાખવાવાળા હતા. એક માત્ર સૂરતમાં જ એ વેળા ૬૦ થી ૭૦ સાધુ હતા. નેમુભાઇની વાડીમાં શ્રી. સિધ્ધિવિજયજી, પન્યાસ ચતુરવિજયજી, ડેલાના ઉપાશ્રયના શ્રી. ભાલેજયજી, શ્રી. નીતિવિજયજી વગેરે થઈને વીસ
For Private And Personal Use Only