________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી તો બહતા ભલા
૧૯૩ ધાવ્યો ને એ કબજાગીરીમાંથી–એક પ્રકારની માનસિક ગુલામીમાંથી સંવેગી મુનિઓની મુકિત કરાવી.
પણ હજી પ્રતિષ્ઠા અંગે, જોગ અંગે, દીક્ષા અંગે યતિઓની નાગચૂડ જારી હતી. એ તૂટે એક જ રીતે અને તે પ્રતિષ્ઠા કરાવી શકે, જેગ વહાવી શકે, દીક્ષા આપી શકે તેવા આચાર્ય સંવેગી સાધુઓમાં હોય તે જ ! આ અંગે પ્રબલ પુરુષાથી શ્રી. આત્મારામજી મહારાજે પહેલ કરી. વિ. સં. ૧૯૪૨ માં પાલીતાણામાં તેઓએ શ્રી સંઘ સમક્ષ આચાર્ય પદવી લીધી, ને હિંમતપૂર્વક જાહેર કર્યું કે,
આગમના જેગ વહન કર્યા સિવાય વિદ્વાન અને ચારિત્રશીલ સાધુઓ આચાર્ય પદવી લઈ શકે છે.”
આ ક્રાંતિ એ કાળની દષ્ટિએ મહાન હતી. શ્રી પૂજ્યો અને યતિઓની સામે થનારા ક્રિોધ્ધાર કરનાર મહાન સાધુઓમાં પણ તે અંગે માટે મતભેદ પ્રવર્તતું હતું. તેઓ જૂના કાનુનને ઉલંઘીને સમર્થ સાધુને પણ આચાર્યપદ આપતાં ડરતા. આજે એ વિરોધ કરનાર સાધુપુંગવોના શિષ્યો સૂરિપંગ ને શિષ્યના શિષ્ય સૂરિવરે છે.
એ સમર્થક વિરોધકે અને આરાધકે અત્યારે નહોતા. શ્રી. બુટેરાયજી, શ્રી. વૃદ્ધિચંદ્રજી, શ્રી. મૂલચંદ્રજી, શ્રી. આત્મારામજી મસ્વર્ગસ્થ થયા હતા –પણ આચાર્યશ્રી વિજયાનંદસૂરિજીના સંઘાડાના અન્ય સાધુઓ શ્રી. કમળવિજયજીને આચાર્ય પદવી, શ્રી. વીરવિજયજીને ઉપાધ્યાય પદવી ને શ્રી. કાન્તિવિજયજીને પ્રવર્તકની પદવી આપી. (વિ. સં ૧૯૫૭ માઘ સુદ ૧૫)
શ્રી. બુદ્ધિસાગરજી પોતાના ગુરુજી સાથે સાગરના ઉપાશ્રયમાં શ્રી. વિજયકમળસૂરિજીની સાથે ઊતર્યા હતા. ક્ષેત્રવશીના ઉપાશ્રયમાં પંન્યાસ શ્રી, ભાવવિજયજી ને શ્રી. નીતિવિજ્યજી ઊતર્યા હતા. જાણીતા મુનિરાજેના અંતેવાસી થવાને પ્રસંગ મળતાં, તેઓને કેટલુંક નવું વાતાવરણ પણ જાણવા મળ્યું. સંવેગી સાધુઓ કે જેઓ હજી પિતાનો મેરો પૂરો મજબૂત કરી ચૂક્યા નહતા, ત્યાં જ કેવા મતભેદો પેદા થઈ રહ્યા હતા ! તેઓએ જોયું કે અનેક ઉપાશ્રયમાં મતભેદ પ્રવર્તતે હતે, ને ખાનગી એકબીજા પ્રત્યે અરુચિ જેવું કંઈક હતું, ને ખાનગીમાં વિચારભેદે ખંડન-મંડન ચાલતું હતું.
- અમદાવાદમાં પણ પાંજરાપોળના ઉપાશ્રયે રહેલી સાધુ.ત્રિપુટી તરફથી ભર વ્યાખ્યાનમાં આવી આચાર્યપદવીઓના વિરધો ખુલ્લા પ્રગટ થતા હતા, છતાં દરેક સાધુ ધર્મક્રિયા ના આચારવાળા, ભદ્રિક ને ત્યાગ-વૈરાગમાં ઉત્કૃષ્ટ હેવાથી તેઓનું માન ઘણું હતું.
શ્રી. બુદ્ધિસાગર મુનિએ પોતાની હંસલક્ષણા વિચાર પદ્ધતિથી આ માટે નોંધ્યું કે “અધ્યાત્મજ્ઞાનના અને તત્વજ્ઞાનના અભ્યાસી જૈન સાધુઓ બને તો તેઓ બાહા ક્રિયાના મતભેદથી પરસ્પર વિરોધી બની શકે નહીં. સઘળા સાધુઓ ગચ્છાકિયા ભેદે જુદાજુદા હોય તે
૨૫
For Private And Personal Use Only