________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
યોગનિષ્ઠ આચાર્ય મનેભાની મેંઘી દુનિયામાં સફર કરી રહ્યો હતો. આવતી કાલે કરવાનાં કર્તવ્યની અંદર જીવનઝાંખી કરી રહ્યો હતે.
શ્રી સુખસાગરજીએ દીક્ષા આપવા માટે સંઘની સંમતિ માગી. સંઘ તે રાજી હતો.
સંઘ પછી એમણે રાજસંમતિ ઇરછી. બહેચરદાસ ઉંમરના હતા, ને રાજ્યને આ અવસર માટે આનંદ હતે.
રાજ્ય પછી એમણે દીક્ષાભિલાષીનાં સગાંઓની સંમતિ ઈચ્છી. સગાં સંમત હતાં. અન્ને બહેચરદાસની પિતાની સંમતિ ઈરછાઈ ને એ પ્રગટ થયે ક્રિયાને પ્રારંભ થશે.
અનેક ક્રિયાઓ ચાલી રહી હતી, પણ અંતરમાં તે રમણ જુદી જ હતી. સુગંધી વાસક્ષેપની ઘટા જામી હતી ને અક્ષતને વરસાદ વરસી રહ્યો હતો, પણ આ કમળ તે નિર્લેપ હતું. એ તો વિચારતું હતું કે આ મારું માન થતું નથી, ભગવાન મહાવીરે ધારેલા વેષનું બહુમાન થાય છે. આ મારા જયજયકાર થતા નથી, પણ એ કઠિન માર્ગના જયજયકાર છે. આ મને વંદન થતાં નથી, પણ ભગવાન મહાવીરના આદેશને વંદન થાય છે. મારે માથે કપરી ફરજ આવી પડી છે, એની આ બધી નશાની છે. મારા જયજયકાર માટે, વંદનીય બનવા માટે, બહુમાન માટે હવે સજજ થવાનું છે. અધિકારી બન્યા પછીનાં વદન જ મને અર્થે !
વિધિ સમાપ્ત થઈ. બહેચરદાસમાંથી બનેલા બુધિસાગર જ્યારે ગુરુ શ્રી સુખસાગરજી પાછળ આવીને ઊભા રહ્યા ત્યારનું દશ્ય અદ્દભુત હતું.
અડવાણે પગે, ને નવમૂડિત મસ્તકે, નાનું એવું અધેવસ્ત્ર (ચેરપકો) ને એક ઉત્તરીય, બગલમાં જીવરક્ષા માટે રજોહરણ, હાથમાં વચનરક્ષા માટે મુહપત્તિ, ભિક્ષા માટે એક હાથમાં પાત્ર ને બીજા હસ્તમાં દંડ ! ખભે એક કામળી ! ભર્યો સંસારમાં આટલી સમૃદ્ધિ એમની ! જે સમૃદિધ પાછળ શાલિભદ્રને પિતાના ખજાના નિસ્તેજ લાગ્યા, જે બાદશાહી પાસે પ્રસન્નચન્દ્રને પોતાનાં રાજ હીન ભાસ્યાં, એ સમૃદ્ધિ અને બાદશાહી આજ બહેચરદાસે સ્વીકારી હતી.
સંસારનો આખે ગોળો સ્વાર્થમાં રમી રહ્યો હતો. એકબીજા એકબીજા સાથે સ્વાર્થથી સંકળાયા હતા, ને એટલે જ સંસારમાં સત્યનું મેં સુવર્ણથી ઢંકાયું હતું. કેઈને લાડીના, કેઈને વાડીના, કેઈને ગાડીના મોહ હતા. અને મેહથી સંસારનું સુસંચાલન કદી થયું છે કે થશે?
જૈનસાધુતા આજ એથી મુક્ત હતી. સંસારની નિરર્થક વસ્તુઓથી જીવવાની એની પ્રતિજ્ઞા હતી. ભિક્ષા તે કઈ દ્વારેથી, વધ્યાઘટયામાંથી, એક ટંક પૂરતી મળી જ રહેવાની. સંસારને કોઈ ગરીબ વણકર આવા અતીતને એકાદ ટુકડો પાણુકેરાને આપી રહેવાને. પડી રહેવા માટે કોઈ છાપરું, કઈ ગામનું પાદર, કોઈ વૃક્ષની છાયા, કોઈ સ્મશાન લાગવગે મળી જ રહેવાનાં. અન મળ્યું, વસ્ત્ર મળ્યું, આશ્રય મળે. માનવી એનાથી માગે તે વધારે !
For Private And Personal Use Only