________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બે બોલ
: લેખક :
શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષર
‘યોગનિષ્ટ આચાર્યને નામે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું વિસ્તૃત જીવનચરિત્ર પ્રગટ થાય છે, એ બહુ સુયૅાગ્ય સાહિત્યકાય છે એમાં શક નથી. માત્ર સાહિત્યકાય જ નહિ, એ એક સામાજિક ઇતિહાસને અજવાળતું કાય' છે, એમ પણ કહી શકાય; કારણુ લગભગ અધી સદી સુધીનું આયુષ્ય ભાગવી ગુજરાતનાં સાહિત્ય, ધર્મ, અને સમાજના ઉપર એક સરસ છાપ પાડનાર સાધુનું આ જીવનવૃત્તાંત છે, એટલે તેનુ ઐતિહાસિક મહત્ત્વ પણ ઘણું છે.
કેટલીક વ્યક્તિઓ માત્ર સાહિત્યકાર હાય છે; કેટલીક વ્યક્તિઓ માત્ર સાધુત્વમાં જ પેાતાનું જીવન વ્યતીત કરે છે, કેટલીક વ્યક્તિએ માત્ર સામાજિક સેવાના કાર્ય માં જ ગુ'થાયેલ હાય છે—પરંતુ સાચા સાધુ હાવું, ઉચ્ચઢ્ઢાટીના સાહિત્યકાર થવું, અને છતાં માનવતા ભર્યાં સહૃદયી સમાજસેવક બનવું–એ ત્રણે મહાભાગ્ય બહુ જ થાડી વ્યક્તિઓમાં દષ્ટિગાચર થાય છે,
શ્રી બ્રુદ્ધિસાગરસૂરિજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા. તેમને ગુજરાતે એક સાચા સાધુ તરીકે ઓળખ્યા, સાચા સાહિત્યકાર તરીકે પિછાન્યા અને સાચા સમાજસેવક તરીકે સન્માન્યા. એવા સત્પુરુષનું જીવનચરિત્ર એટલે ધર્માંતા પણ ઈતિહાસ, સાહિત્યને પણ ઇતિહાસ અને સમાજસેવાના પણ ઇતિહાસ. આામ ત્રિવેણીસમું એમનું જીવનચરિત્ર પ્રગટ થાય એ દરેક રીતે આવસ્યક અને ઉપયોગી છે. તેમના નિર્વાણુને એક પચીસી થવા આવી છતાં આવું સુરેખ જીવનચરિત્ર હજીસુધી પ્રગટ થયું નથી, એમાં ગુજરાતની ઉદાસીનતા જ કહેવાય. શ્રી પાદરાકર અને શ્રી જયભિખ્ખુ જેવા ગુજરાતના સરસ
[R]
For Private And Personal Use Only