________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરે ગઈ.
૧૭૩
નગરશેઠ હેમાભાઈ તથા શ્રી. હઠીસિંગ શેઠનો એ મધ્યાહન કાળ હતા. ફાર્બસ સ્થાપિત ગુજરાત વર્નાકયુલર સોસાયટી અને અમદાવાદ કૉલેજની સ્થાપના સુધી એમની સખાવતે પહોંચતી હતી. અમદાવાદ મ્યુનિસીપાલિટીની રચનામાં પણ એ રસ લઈ રહ્યા હતા, અને આવા અનેક પવિત્ર સાધુઓના સમાગમમાં આવતાં તેમની ધર્મવૃત્તિ ખૂબ વિકાસ પામી. પાંજરાપોળ, ધળ શાળાઓ, જ્ઞાનશાળા, ( હીમાભાઈ ઇન્સ્ટીટયૂટ) વગેરેમાં ખૂબ કાર્ય ક્ય. ઉપરાંત શ્રી શત્રુંજય પર્વત પર સાડા ત્રણ લાખ રૂપિયા ખચી એક ટૂંક બંધાવી.
નગરશેઠ હેમાભાઈના જમાઈ શેઠ હઠીસિંગ પણ એ કાળના મહાન શાહસોદાગર હતા, સકો અને અફીણની દલાલીમાંથી કરોડોની મિલકત એકઠી કરી હતી. તેઓએ ત્રણ પત્ની કરી હતી. હીમાભાઈનાં પ્રથમ પુત્રી રૂક્ષમણી સાથે તેઓનું લગ્ન થયેલું; પણ તે અંધ થતાં તેમનાં બીજા પુત્રી પ્રસનકુંવર સાથે પરણેલા. પ્રસન્નકુવર અલ્પાયુષી નીવડતાં ને કંઈ પણ સંતાન ન હોવાથી આખરે ઘેઘાથી હરકુંવરને લાવેલા. હરકુંવર શેઠાણી પદ્મિની સ્ત્રી કહેવાતાં. તેમના આવ્યા પછી શેઠની ખૂબ ઉન્નતિ થયેલી. શેઠનાં માતુશ્રી સુરજબાઈ પણ સૂરતથી દરિયારતે મુંબઈ જનાર પહેલાં ગુજરાતી-સ્ત્રી હતાં.
શ્રી. હઠીભાઈ શેઠનાં પ્રથમ પત્ની રૂક્ષ્મણીબહેન શ્રી. મયાસાગરજી મહારાજનાં અત્યંત ભકત હતાં, ને દિલ્હીના દરબારમાં સંધાયેલ પૂર્વજોના સંબંધને જાળવી રહ્યાં હતાં.
આ ઉપરાંત અમદાવાદનું ત્રીજું પ્રસિદ્ધ કુટુંબ રા. બા. મગનભાઈ કરમચંદનું હતું. (જેએના નામથી સ્થપાયેલ જૈન પાઠશાળામાં આપણા બહેચરદાસ શિક્ષક તરીકે શેઠ ચીમનલાલ નગીનદાસ વગેરેની પ્રેરણાથી ગયા હતા.) શેઠ મગનભાઈ પર નાની ઉમરમાં ઘરગૃહસ્થીને
જે આવ્યા હતા, પણ તે તેમણે સુંદર રીતે ઉઠાવ્યો હતો. ગુજરાતમાં કન્યાશાળાના આદ્ય સ્થાપક તરીકે ને કેલીકો મીલના ભ્રષ્ટા તરીકે તેઓ અમર છે. શેઠ મગનભાઈએ નગરશેઠ હીમાભાઈ તથા શેઠ હઠીસિંગની સાથે મળીને વિ. સં. ૧૮૯૯ માં પંચતીથીનો સંઘ કાઢયા હતા.
આત્માથી મુનિ મયાસાગરજીએ આ શેઠિયાઓ પર પોતાની સુંદર છાપ પાડી. તે ઉપરાંત પાટણ, મહેસાણા, વિજાપુર, માણસા, પેથાપુર, સાણંદ, પાલનપુર, રામપુરા વગેરે ગામોને ખાસ પ્રભાવાન્વિત કરી સંવેગી સાધુઓના હિમાયતી બનાવ્યાં. સાથે સાથે કેઈને સટ્ટાની બાધા, કેઈને કુવ્યસનનો ત્યાગ, કેઈને વાસી-ખાદ્ય ન ખાવાની, કોઈને હકા ન પીવાની બાધાઓ આપી. શુધ આયંબિલની ઓળી પ્રવર્તાવી.
શેઠ હઠીસિંહના દહેરાનું કામ ચાલતું હતું. ત્યાં અચાનક શેઠનાં માતુશ્રી સુરજ બાઈ માંદાં પડ્યાં. પણ તેઓ હજી માંદગીમાં હતાં ત્યાં શેઠ હઠીસિંહને ઉપલા હોઠ પર ફેડકી થઈ ને ચાર દિવસની માંદગીમાં તેઓ ગુજરી ગયા. વિ. સં. ૧૯૦૧ ના શ્રાવણ, શુક્રવાર, ૫) આખા ગામના લેક એમની સ્મશાનયાત્રામાં હતા, ને ત્રણ દિવસ સુધી સહુની આંખોમાં એમના સમરણની સાથે અથુ ઉભરાતાં. એક માસ પછી સુરજબાઈ પણ પુત્રની પાછળ ગયાં.
For Private And Personal Use Only