________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
યોગનિષ્ઠ આચાર્ય રૂકમણી અમદાવાદના સુપ્રસિધ્ધ શેઠ કેસરીસિંગના પુત્ર હઠીસિંગ વેરે પરણાવી હતી. હકીસિંગ શેઠ વિચારવંત, ઉદાર ને ડાહ્યા પુરુષ હતા. તેઓ જાણીતા શાસેદાગર મોતીશા શેઠના (અમીચંદ સાંકળચંદ શેઠની પેઢી, મુંબઈ) આડતીઆ હતા.૪ તેઓ દિલ્લી દરવાજા બહાર પોતાના નામથી એક પરુ વસાવી રહ્યા હતા, ને એક સુંદર શિ૯૫ ને સ્થાપત્યથી છલકાતું જૈન મંદિર નિર્માણ કરવાના વિચારમાં હતા.
* સંવેગી સાધુઓની સંખ્યા અલ્પ હતી. ( સત્યવીર બુટેરાયજીનો જન્મ સંવત ૧૮૬૩ માં જ થયા હતા,) ને શ્રીપૂજ્ય ને યતિઓના અ જામ્યા હતા. એમના તંત્રમંત્ર ને શકિતઓ સ્વાર્થ કાજે વપરાતી હતી, ને એમનાં કામણકુમણથી જૈન તેમ જ જૈનેતર વર્ગ તેમના તરફ દુગછા ધરાવતે થયે હતો. જૈન સાધુત્વની નિર્મળ પ્રભા દૂષિત થઈ રહી હતી.
અમદાવાદ જેવું સુંદર ક્ષેત્ર, નગરશેઠ જેવું કુટુંબ ને ભાવિક જેનો. શ્રી. મયાસાગરઅને આ ક્ષેત્ર ગમી ગયું. આ વેળાના પિતાના અલ્પનિવાસમાં પણ નિર્ણય કર્યો કે ફરી અહીં વિચરવું ને સાધુત્વની નિર્મળ પ્રતિભા દાખવી જૈનત્વ વિશધ કરવું, યતિસંસ્થાનું વર્ચસ્વ ઓછું કરવું. તત્કાળ તે તેઓશ્રી વિહાર કરી મારવાડ-મેવાડ તરફ ગયા, પણ પુનઃ આગમનની આકાંક્ષા ધરાવતા ગયા.
વિધિનાં વિધાન હશે, કે એ આકાંક્ષા મેડી મેડી પૂર્ણ થઈ. શ્રી. મયાસાગરજી ફરીથી ગુજરાત જેવા ક્ષેત્રને પોતાના કર્મ-ધર્મથી સુવાસિત કરવા આવી પહોંચ્યા ત્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. તેઓએ ગુજરાતમાં આવીને પોતાના ચારિત્રથી સહુને આકર્ષવા માંડ્યા. એક અંગ્રેજી કહેવત છે, કે વાચા એ ચાંદી છે, પણ મૌન એ સોનું છે. એ મૌનરૂપી વાચાથી શ્રી. મયાસાગરજીએ પિતાનું વકતવ્ય શરૂ કર્યું, ને તેઓએ સિદ્ધ કરી આપ્યું કે હજારે ખાંડી મણ જ્ઞાન મૂઠીભર ચારિત્રને તોલે ન આવી શકે.
- આ કુટુંબમાં મહાન ધારાશાસ્ત્રી સ્વ. દેશભકત ભુલાભાઈ દેસાઈના પુત્ર પરણ્યા છે, ને આજ કુટુંબમાં રાષ્ટ્રપતિ શ્રી. જવાહરલાલજીનાં બહેન આપ્યાં છે. '
નગરશેઠની વંશાવલિ
શાંતિદાસ લખમીચંદ ખુશાલચંદ નથુશા વખતચંદ
હીમાભાઈ પ્રેમાભાઈ મણિભાઈ ચીમનભાઈ
મેતીચંદ ફતેહભાઈ ભગુભાઈ દલપતભાઈ લાલભાઈ કસ્તુરભાઈ
For Private And Personal Use Only