________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાન શ્રમણ સંસ્થા
શ્રી સિદ્ધસેન દિવાકરની પછી મહાન વૃદ્ધવાદી ને પાલિપ્તસૂરિ જૈન સમાજને અજવાળતા જોવાય છે. પણ શ્રમણ ભગવાન મહાવીરની પટપરંપરા પર નિષ્કામ કર્મયોગીઓ જ –આત્માથી સાધુઓ આવતા જણાય છે. -
અઢારમા પટધર શ્રી પ્રદ્યોતનસૂરિજી પછી તેમની પાટે માનદેવસૂરિજી, માનતુંગસૂરિજી, વીરસૂરિજી, જયદેવસૂરિજી, દેવાનંદસૂરિજી, વિકમસૂરિજી, નરસિંહસૂરિજી, સમુદ્રસૂરિજી, માનદેવસૂરિજી, વિબુધપ્રભસૂરિજી, જયાનંદસૂરિજી, યશદેવસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી, માનદેવસૂરિજી, વિમલચંદદ્રસૂરિજી, ને ઉદ્યોતનસૂરિજી પાંત્રીસમી પાટે આવે છે. આ પટધરના સમયમાં (સં. ૯૯૫) વડગછ આદિ ચોરાશી ગો નીકળે છે. '
આ પહેલાં ચૌદસે ગ્રંથોના રચયિતા, મહાન તાર્કિક શ્રી હરિભદ્રસૂરિજી પિતાના જ્ઞાનબળ ને મંત્રબળથી ધરા ધ્રુજાવતા દેખાય છે. બ્રાહ્મણકુલોત્પન્ન એક માત્ર હરિભદ્રસૂરિજી પોતાના પૌઢ પાંડિત્ય ને પ્રતિભાથી ભારતવર્ષને ગજાવતા લાગે છે.
અને પટપરંપરા આગળ વધે છે. શ્રી સર્વદેવસૂરિજી, દેવસૂરિજી, યશોભદ્રસૂરિજી, મુનિચંદ્રસૂરિજી, અજિતદેવસૂરિજી, વિજયસિંહરિજી, સોમપ્રભરિજી ને ચુમ્માલીસમા તપાગચ્છના સ્થાપક શ્રી જગરચંદ્રસુરિજી આત્માની શીતલ પ્રભા પ્રસરાવતા હોય છે, છતાં રાજક્ષેત્રમાં ધર્મવિજય પ્રવર્તાવનારે પરાક્રમી સાધુ વગ પોતાના કાર્ય ચાલુ રાખે જ છે.
વિ. સં. ૮૨૧ માં શીલગુણસૂરિ નામના એક સાધુ વનવન ભટક્તા એક રાજકુમારને આશ્રય આપે છે. એ રાજકુમાર એક દહાડો સાધુરાજના આશીર્વાદે ગુજરાતનો ઘડવૈયો બને છે. એક ને અવિભાજ્ય ગુજરાતના ઘડનાર વીર વન
| ગુજરાતના ઘડનાર વીર વનરાજની પાછળ, એક મહાન તપસ્વી સાધુના આશીર્વાદ હતા, એ કેટલા આજે જાણે છે ? -
અને ગુજરાત ઉપર જાણે જન સાધુઓની મહેર ઊતરે છે. બર્બરકજિષ્ણુ, અવન્તિવિજેતા સિદ્ધરાજ જયસિંહ જ્યારે અનેક વિજય કર્યા છતાં ગૂજરાતને સંસ્કાર ને સાહિત્યની દષ્ટિએ પરાજિત દેખે છે, ત્યારે એક “કલિકાલસર્વજ્ઞ 'નું બિરુદ ધારક હેમચંદ્રાચાર્ય ગુજરાતને એ સાંસ્કૃતિક નામોશીમાંથી તારે છે. ને એ જ આચાર્ય રાજપથી દર-બ દર ભટકતા રાજવંશી કુમારપાળને રાજા થવાના આશીર્વાદ આપે છે, ને પરમ માહેશ્વર હોવા છતાં ગુજરાતની ગાદી પર પરમહંત ભુપાલ કુમારપાલ દેખાય છે. '
- જને અસ, મસિ ને કૃષિ ક્ષેત્રમાં ભારે નામના મેળવી રહ્યા છે. સાહિત્ય સંરક્ષણ તે કરે છે. તેઓના ત્યાગ, વીરતા ને પરાક્રમથી દેશદેશ ગાજી ઊઠે છે. - ચુમ્માલીસમા પટધર શ્રી જગચંદ્રસુરિજીની પાટ શ્રી દેવેન્દ્રસૂરિ, ધર્મઘોષસૂરિ, સેમપ્રભસૂરિ, સોમતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદર અરિ, મુનિસુંદરસૂરિ, રત્નશેખરસૂરિ, લક્ષમીસાગરસૂરિ, સુમતિસાધુસૂરિ, હેમવિમલસૂરિ, ને તેમની પાટે છપ્પનમા મહાન કિયોધારક શ્રી આનંદવિમલસૂરિજી આવ્યા. સાધુઓમાંથી લુપ્ત થયેલી આત્માથી સરવાણીને તેઓએ શુદ્ધ કરી. તેઓની પાટે શ્રી વિજયાનંદસૂરિજી આવ્યા, ને તેમની પાટે મહાન અકબરપ્રતિબંધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આવ્યા. શ્રી હીરવિજયસૂરિજીનો ઈતિહાસ સુપ્રસિદ્ધ છે.
For Private And Personal Use Only