SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 000 ET लेखकनुं निवेदन પૂર્ણ તે માત્ર પરમાત્મા છે, ને તત્ત્વ તો માત્ર કેવલિગમ્ય છે. પણ એટલું તે અનેકેએ પ્રત્યક્ષ અનુભવ્યું છે, કે એ કહેતો ને થતું, એ બોલતા ને ફળતું. એની સાહેદી આજે અનેક જીવંત નર-નારીઓ પૂરે છે. પશુ આમ કહીને અમે કોઈની અંધશ્રદ્ધાને પંપાળવા માગતા નથી. માનવનું જીવન ખુદ ચમત્કાર નથી ? આત્મા એ જ શું શકિત નથી ? બ્રહ્મચર્ય એ જ શું મંત્ર નથી ? | છતાંય એ એક માનવ હતા. પાતાળનાં દુધ પડમાંથી જીવનઝરણું શેષનાર મહામાનવ હતા. દેવ કહેવા એમનું અમારે મન અપમાન છે. માનવી જીવનભર માનવતા નિભાવે, એ કામ દેવે કરતાં ય દુષ્કર છે. વિભૂતિપૂજામાં વ્યકિતપૂજાનું તવ ન પેસે તે સારું. દહેરામાં દેવ તે હવે સમાતા નથી, અને એકને બેસવાની પૂરી જગ્યા ન મળે ત્યાં બીજાને લાવીને ઊભા રાખવામાં ન એમની શોભા છે, ન આપણી ! ધર્મ અને ધમીનાં રજિસ્ટર્ડ લેબલની બાબતમાં પણ અમારે વિવાદ માંડીને નથી બેસવું. હમેશાં મને લાગ્યા કર્યું છે, કે આપણે સહુ તો ધર્મસાગરના કિનારા પર રમતાં ખેલતાં નાનાં બાળ જેવા છીએ. સહુએ એને કિનારે પિતાનાં રેતીનાં ઘર બાંધ્યાં છે. સાગરનાં છલકાયાં જળ અને શંખ તથા કેડા લઈ ને અમને મળ્યું,’ ‘અમને આખરે લાધ્યું’ એમ કહી આપણે રાચીએ છીએ. મોતી. તે મધ્ય મહેરામણમાં પડ્યાં છે, જેની ગત તે મરજીવાઓ જ કરે છે. વૈરાગ્યની બડી બડી બાતા પણ આજે તો ગજા બહારની બાબત બની છે. વૈરાગ્યના ય સંસાર બંધાયા જોવાય છે. મને તે જૈનધર્મને વિશુદ્ધ વૈરાગ્ય મીણના દાંતે લોઢાના ચણુ ચાવવા જેવો લાગે છે, છતાં આદર્શ તે ઉત્કટ જ હાય વામન માનવી માટે હિમાલય કંઈ વામણે બનતો નથી. માનવીએ વિરાટ જગાવ ઘટે. એ ઉત્કટ આદશે જ આ કાળમાં જૈન સાધુતાને અન્ય સાધુતા કરતાં, પડતાં પડતાંય ઉચ્ચ ધારી રાખી છે. એને જરા જાગ્રતિનું જેમ મળે તે ફરીથી.....પણ છોડો એ વાત ! જે આપણા વશની વાત નથી–એ વાત કરવામાં સાર નથી આ - આ જીવનકથા મહેરામણુમાંથી મતી શોધનાર એક મૃત્યુંજયની ને વામનમાંથી વૈરાગ્યની વિરાટ ધૂણી ધખાવનાર જોગંદરની છે. પણ ઉપમા-ઉપમેયના ઝમેલામાં પડવાની ધાસ્તી છે. ભક્તિ વિભક્તિ જેતી નથી. કોને કોનાથી For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy