________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦
યોગનિષ્ઠ આચાર્ય “એકદમ નથી. હવે વેળા આવી ગઈ. નિર્ણય થઈ ગયું. પહેલા મુહૂર્ત ને પહેલી પળે ભાગવતી દીક્ષા અંગીકાર કરવી છે.”
“કેઈની રજા, કોઈની મંજૂરી!” “રજા અને મંજૂરી સહુની લઈને આવ્યો છું. તાકીદ કરે, ગુરુદેવ !”
મુનિરાજ આ જુવાનના નિર્ણયને જાણતા હતા, એની સાધનાને પિછાણતા હતા. તરત તેમણે નગરશેઠ મંગળદાસ મહેતાને તેડું મોકલ્યું.
આ તે ઘડિયાં લગ્ન લેવાયાં હતાં. નગરશેઠ પોતાની સાથે દેશી મગનલાલ કલભાઈ, નહાલ દેશી વગેરેને લેતા આવ્યા. બહેચરદાસની જીવનસુવાસ તેમને પણ પહોંચી હતી. તેઓએ પણ આ પ્રસંગથી પાલનપુર પાવન થતું હોય તે પાવન કરવા ઈતેજારી બતાવી.
દીક્ષાના મુહૂર્ત માટે મહાસુખભાઈને તેડાવ્યા. એમણે પણ મુહૂત પાસે જ કાઢી આપ્યું. શ્રી. સંઘ યજયકાર બોલાવતે, મેડી રાતે વિખરાયે.
મોડી રાતે પથારીમાં પડેલા બહેચરદાસે અનેક મોહપરાજયનાં નાટક ખેલ્યાં. હવે બે દિવસ પછી આ બહેચરદાસ તે આ નહીં રહે!
એ મહામૂલી પળને કલાકો જ આડા હતા. શ્રીસંઘને આજ પાલનપુરનાં ભાગ્ય જાગ્યાં લાગતાં હતાં. કંકુ છાંટી કંકોતરી લખાતી હતી. વાજિંત્રોના સૂર ઘૂંટાતા હતા. નવકારશીઓનાં મિષ્ટાન્ન તૈયાર થતાં હતાં. બધે આનંદ આનંદ વર્તાઈ રહ્યા હતા.
ને બહેચરદાસને જગદ્ગુરુના ઉપાશ્રયમાં સંભળાયેલે ઘંટારવ વેગથી સંભળાઈ રહ્યો હતો. કોઈ કર્તવ્યધર્મની જોરજોરથી હાકલ કરી રહ્યું હતું. એ હાલમાં ઘેરઘેરથી મળતાં મેવા ને મિષ્ટાન્ન, માન ને પાન, કંકુ ને શ્રીફળ વિસરાઈ રહ્યાં હતાં. એનાં શાં મૂલ હતાં, આ જીવન મહોત્સવમાં !
દિવસોથી પિતાના માનસ-ભવનમાં જેની સદા પૂજા કર્યા કરી હતી– આરતી ઉતારી હતી, એ મહાન ઘડી આજ સામે આવીને પડી હતી,
[પ્રથમ ભાગ સમાપ્ત ]
For Private And Personal Use Only