________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગનિષ્ઠ આચાર્ય ટીકાકારોને પોતાની ભૂલ સમજાઈ. માસ્તર બહેચરદાસ તો થોડી વાર પછ પાછા એ જ અધ્યાત્મની ચર્ચામાં રત દેખાયા. એ આત્મા શીરા માટે શ્રાવક નહોતે થયો. એ તે સત્યની શોધમાં નીકળેલ એક મહામાનવ હતો. હંસની અદાથી સારા-નરસાની પરીક્ષા કરી સારું ને સત્ય ગ્રહણ કરતો હતો. વાડાની દિવાલો એને ગાંધી શકે એમ નહતી. સંપ્રદાયની સીમાબંધીઓ એને સ્પશી શકે તેમ નહોતી. એક વિશાળ વિરાટ ધર્મના પ્રદર્શનની ઝંખનાએ નીકળેલો એ પ્રાણુ સદા, સદૈવ પ્રત્યેક પળે જાગ્રત જ હતા. શ્રેય અને પ્રેય વચ્ચેની સીમાદરમાં એ સાવધ હતો.
વિજાપુરના વતની શા. મૂળચંદ સ્વરૂપચંદ ને તેમના મોટા ભાઈ સૂરચંદ સ્વરૂપચંદ આજેલમાં આવતા જ હતા. આ ભાઈએ સુપ્રસિદ્ધ અધ્યાત્મજ્ઞાની શ્રી હકમ મુનિજીના શ્રાવકો હતા, ને દ્રવ્યાનુયેગના પાકા રસિયા હતા. શ્રીમદ દેવચંદ્રજી ને શ્રી. આનંદઘનજીની અનેક વીસીઓ એમને મુખે હતી. ભૂખ્યાને ભોજન ને તે પણ ભાવતું ભોજન મળ્યું. એમણે તેમના નિકટ સંપર્કમાં રહી એ સુંદર પદે, આત્મજ્ઞાનથી ભરેલી ચોવીસીએ મુખપાઠ કરી લીધી.
સત્યના શોધકની આંતર દષ્ટિ ખૂબ વિશાળ બનતી જતી હતી. એક વાર વિ. સંવત ૧૯૫૩ ના ચૈત્ર વદિ આઠમે વીજાપુર પાસે આવેલ લેદરા ગામમાં તેઓ અઠ્ઠાઈ ઉત્સવના નિમિત્તે ગયેલા. એ વેળા શ્રાવક-સંસ્થા જ્ઞાને ધ્યાને અતિ ઉજજવળ હતી. દરાના શા. છગનલાલ ભાઈચંદ ને શ્રી. રતનચંદ નામના શ્રાવકે બહુશ્રત તરીકે પંકાતા હતા.
અહીં પૂજા ભણાવવાના પ્રસંગે એક વિવાદ ખડો થઈ ગયે. એક પક્ષ શ્રીમદ્ દેવચંદ્રજીની પૂજા ભણાવવી એવા મતને હતા, બીજે એથી ભિન્ન મત હતો. માસ્તર બહેચરદાસ તથા નથુભાઈ શેઠ પહેલા મતના હતા. માસ્તર બહેચરદાસે ભરી સભામાં નીડરતાપૂર્વક પોતાને મત પ્રગટ કરતાં કહ્યું
સારું અને સત્ય તે જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવું જોઈએ. ગચ્છભેદથી કઈ આત્મજ્ઞાની ઉત્તમ મુનિનાં પૂજા-સ્તવનમાં પક્ષપાત દર્શાવે ઉચિત નથી.”
એ જ સાલમાં, ભૂલાયેલા અનેક પ્રસંગમાંથી એક પ્રસંગ દીવા જે ઝળહળ્યા કરે છે. “સન્મિત્ર ના નામે સુપ્રસિધ, સરલ સાધુતાના ધારક શ્રી. કરવિજયજી મહારાજ તરફ તેમને અત્યંત રાગ હતો. શ્રેષવિહોણી, નિખાલસ સાધુતા એમની પસંદગીનો વિષય હતી. લેદરા, માણસા ને વીજાપુરમાં પરિભ્રમણ કરતા એ નિખાલસ મુનિરાજને માસ્તર બહેચરદાસનું તેડું મળતાં તેઓ આજોલ આવ્યા.
વાતમાં વાત નીકળતાં સન્મિત્રજીએ કહ્યું “પેથાપુરમાં શ્રી. મેહનલાલજી મહારાજ તથા તેમના સાધુઓને મેળાપ થયો હતો.”
“સાથે જ ઊતર્યા હશે ?”
For Private And Personal Use Only