________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંથનનાં નવનીત ણીમાં શ્રી મલ્લીનાથ ભગવાન નીકળ્યા ત્યારે સહુ પ્રથમ સંઘના નેતા તેઓશ્રી જ હતા. તેઓ સ્વભાવે ભદ્ર, મિલનસાર ને ઉદાર હતા. રોટલે ને એટલે તેમને વખણાતે. ધર્મની બાબતમાં પણ નીતિમાન ને ટેકીલા હતા. આ પછીના ગૃહસ્થોમાં શેઠ પાનાચંદડુંગરશી, શેઠ રતનચંદ વીરચંદ, અને હાથીભાઈ બાદરભાઈ મૂડા મુખ્ય હતા. “દક્ષિણી ના ઉપનામથી પંકાયેલા પ્રેમચંદ વેણીચંદ નામના એક પરગજુ શ્રાવક વૈદ્ય હતા. તેઓ અપરિણીત હતા. જૈન ધર્મમાં અપૂર્વ શ્રદ્ધાવાળા હતા. રેજ જિનપૂજા કર્યા પછી જ હાથે રાંધીને જમતા. આ ઉદારદિલ વૈદ્યરાજ સાથે બહેચરદાસને તરત પરિચય થઈ ગયો !
બહેચરદાસને ઉતારે ઉપાશ્રયમાં થયે. ઉપાશ્રયમાં સાધુઓને અવારનવાર આવવાનું થાય. તેમને પરિચય થાય-સત્સંગને લાભ મળે, એ દષ્ટિએ આવું સ્થળ સત્સંગના અભિલાષી બહેચરદાસને બહુ ગમતું. વિજાપુરમાં વિદ્યાશાળા હતી–અહીં ઉપાશ્રય મળ્યા.
સારા મુહૂર્ત માસ્તર બનીને આવેલા બહેચરદાસે પિતાના કાર્યને પ્રારંભ કર્યો. એમના આદર્શ સ્વીકારેલ કેળવણીને આ ધંધે પરમાર્થ સાથે એમને સ્વહિતસાધક લાગે. તેમના વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે ગોરજી ગણપતસાગરજીના શિષ્ય બાપુલાલ મુખ્ય હતા, ને સાથે ગામના શ્રાવકેના પુત્રો પણ આવવા લાગ્યા. આઠથી દશ વર્ષ સુધીની બાલિકાઓ પણ આવવા લાગી. એ વખતના એમના વિદ્યાથીઓમાંથી આજે તો કેટલાય શ્રીમંત હશે, કેટલાય વૃદ્ધ બન્યા હશે, પણ કમરાજાનું જ આ મહાન નાટક છે, કે કુળથી કણબી બાળક, જન્મથી જૈન બાળકને જૈનત્વના પાઠ આપવા લાગ્યો.
આ બધા વિદ્યાથીઓ પ્રાથમિક ભૂમિકાના હતા. તેઓને પંચ પ્રતિકમણના સૂત્રપાઠ શિખવવા માંડયા. પણ આટલા માત્રથી તેમની તૃપ્તિ કેમ થાય? દોશી નથુભાઈ સાથે તેમણે શ્રીપાલ રાજાને રાસ, ચંદ રાજાને રાસ, ધર્મ પરીક્ષા પાસ વગેરે રાસાઓ વાંચ્યા હતા. અને આ ધર્મવાર્તાઓ શ્રવણ કરવાની પ્રીતિએ તેમના જીવનમાં નવો ઉલાસ ને ધ્યેય પ્રતિ અડગ વૃત્તિ કેળવી હતી, એમ તેઓ માનતા. સં. ૧૯૪૯માં શ્રીપાળ રાજાને રાસ વાંચેલો. આ વાચનની એમના જીવનઘડતર પર અદ્ભુત અસર થયેલી. તેઓ કહેતા હતા કે મહાવીર આદિ તીર્થકરોના જીવનવાચનથી આત્માની ઉત્ક્રાન્તિ વિષે ભાવના દઢ થઈ. સમરાદિત્ય કેવવળીના ચરિત્રે વૈરાગ્યનાં બીજ વાવ્યાં, ને શ્રીપાળે આચાર પર અસર કરી.
આજે જે વાર્તાઓને “અગડમ બગડમ” કહી ઉવેખી નાખવામાં આવે છે, પણ ઈતિહાસ જોતાં જણાય થાય છે, કે એવાં જ ચરિત્રોએ ઈતિહાસપ્રસિદ્ધ પુરુષોને જીવનવિકાસને ાદની ઉરચતા ઘડયાં છે. ધર્મવાર્તાનો કદાચિત વાસ્તવિક કે વૈજ્ઞાનિક જીવન સાથે મેળ ન ખાતે હોય, પણ જે રીતે એને આત્મિક ઉન્નતિ સાથે મેળ ખાય છે, તે અદ્ભુત છે, ને આજ કારણે સંસારના સર્વ આત્મવિકાસોન્મુખી ધર્મોમાં આવી વાર્તાઓને સારું સ્થાન પ્રાપ્ત થયેલ છે.
માસ્તર બનેલા બહેચરદાસે આ દષ્ટિબિંદુથી મધ્યાહુના સમયે રાસાઓનું વાંચન શરૂ
For Private And Personal Use Only