________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગનિષ્ઠ આયાય અધ્યયન તે બહેચરદાસને જીવનપાથેય હતું. આ પેટ ક્ષુધાતુર ન થતું હોત, માનવી જંગલનું એકાદ જીવ હેત તે સ્વાધ્યાયમાં આવાં અનેક જીવન વિતાવી દેવામાં એને જીવનાનંદ ભારત. માળાનું એ એકાદ પંખી હોત તે આકાશમાં સ્વૈરવિહાર કરતું મુક્ત જીવનને આસ્વાદ લેત, પણ કુદરતે જ માનવીના ભાગ્યમાં પરિશ્રમ, પ્રસ્વેદ ને કસોટીઓ છે એની પરીક્ષા કરી છે, અને કસેટીએ ચઢેલા બહેચરદાસ જાણતા હતા, કે કંઈ પણ આર્થિક પ્રાપ્તિ વગર અધ્યયન અશકય છે. વીજાપુરમાં એવી કોઈ સગવડ નહોતી. કડી પ્રાંતમાં કઈ છાત્રાલય નહોતું.
મિત્ર ડાહ્યાભાઈ મૂંઝાયેલા મિત્રને સલાહ આપતા. “આટલી બુદ્ધિ છે, તે પરીક્ષા આપી અવલકારકુન બની જા ! સરકારી નોકરી લીલાલહેર કરાવશે. એ ન ગમતું હોય તો કોઈ વકીલને ત્યાં રહો. અરજી, દાવા લખે ને વકીલાતનું ભણો. વકીલ થશો તે કેક દહાડે કુટુંબને ઉધાર કરશે.
કુળને ઉધાર ને તે વકીલાતથી, અવલકારકુની મેળવીને, સાચજૂઠાં, લાંચરુશ્વત, ખુશામત જ્યાં સદાનાં સંગી છે, એમાં ડૂબીને કુટુંબને ઉધાર ? હા, હા, દુનિયાને એ જ રાહ હતા. આ તો અર્થપ્રધાન સમાજ હતો. કાદવમાં પગ રગદોળી પ્રક્ષાલન કરી શુધ્ધ થવામાં સત્યનું અભિમાન માનનાર હતો. પૈસાથી જ સંસ્કાર, સંસ્કૃતિ ને જીવનને મેળ મેળવાતે હતો. સુખ મળે કે ન મળે, સાહ્યબી જરૂરી ! અંતરાત્મા રડે એને લેશ રંજ નહિ, આળપંપાળ મટી જોઈએ!
પિતાના ભલા મિત્રની આ વ્યવહારિક શિખામણ પાસે બહેચરદાસ નિરુત્તર થયા. એમના આત્માએ નિશ્વાસ નાખ્યો. છતાં મિત્રને માર્ગ તાત્કાલિક ઈષ્ટ લાગ્યો. એમણે પારેખ કાળીદાસ પાનાચંદ નામના શેઠની દુકાને નામું-ઠામું શીખવા માંડયું. થોડા દિવસો બાદ નામા-ઠામામાં કુશળતા મળતાં વકીલ રીખવદાસ અમુલખની પેઢીમાં વકીલાતનું કામ શીખવા માંડયું. તીક્ષ્ણ બુધિ, સુંદર લેખનકળા, મડદાર અક્ષરો એમને આ કાર્યમાં વેગથી સફળતા અપાવવા લાગ્યા. અસીલ, મુદ્દો, મુદ્દઈ, દા, અપીલ, વાદિ-પ્રતિવાદિ વગેરેની વમળભરી દુનિયામાં એ અટવાઈ ગયા. વકીલાતના પુસ્તકનું વાંચન શરૂ કર્યું.
- આત્માના મનોભાવો પર જબરદસ્તી ચાલી રહી હતી. એક વાર આત્માએ અસીલના રૂપમાં દા દાખલ કર્યો ને મુદ્દો ઊભો કર્યો કે શું સરસ્વતી-સાધનાને જીવનમાં હવે આ રીતે સાચજૂઠ કરવામાં ઉપયોગ થશે ? તમારું સાધ્ય શું?
વાદિને એ દાવે પ્રતિવાદીના એ જવાબથી કાઢી નાખવામાં આવ્યું કે કુટુંબના ઉદ્ધાર માટે એ જરૂરી છે, માટે વધુ લાગણીવેડા ન કરવા.
દિવસ વીતતા ચાલ્યા. બહેચરદાસ પોતાના કામમાં ધીમી છતાં મકકમ પ્રગતિ કરતા જતા હતા. પણ કેટલીક વાર અંતરાત્માની અકળામણ વધી પડતી, જીવ ગુંગળાવા લાગતા, ને બે કચેરીમાં એક સાથે કેસ દાખલ થતા, એક હૃદયકચેરીમાં ને બીજી શહેરક્વેરીમાં ! બહેન
For Private And Personal Use Only