________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંથ-નિર્માણ
કરવામાં જ જીવન ધ્યેયયની પરિસમાપ્તિ નથી. એનો સદુપયોગ કરવામાં જ એની સાર્થકતા છે. એ સાર્થકતા કેમ સાંપડે? જીવન આદશભર્યું” કેમ જીવી શકાય? જે પરમેશ્વર-પ્રભુની ઝંખના પાછળ વર્ષો વીતાવ્યાં, એને અનુરૂપ જીવન કેમ ગૂજારી શકાય, તેની ચિંતામાં તેમનાં દિવસરાત એક થઈ રહ્યાં હતાં. પડછંદ દેહ, પ્રચંડ મોબળ ને પવિત્ર જ્ઞાનબળ એમની પાસે હતાં. આ શકિત ભેજવી કયાં !
| માતા-પિતા, ભાઈ-બહેન ઘરના ધંધામાં આવવા આગ્રહ કરતાં હતાં. તેમની સ્થિતિ એમને વિવશ કરી રહી હતી કે બહેચરદાસ દ્રવ્ય કમાય, એમને દ્રવ્ય આપે, ને ધીરે ધીરે ઘસારાને જે પાસ તેમને લાગતે જતો હતો તેમાંથી મુક્ત થાય. ખેતીના રસકસ ઓછા થયા હતા. કરજભાર પડતો હતો. સંસારનાં સામાન્ય કેટિનાં માબાપના મનોભાવ જેવા આ ભાવ હતા.
બહેચરદાસ આ બધું સમજતા, પણ અંતર ખેતીના ધંધાથી દૂર ભાગતું હતું. એ મર્યાદા અતિ અલ્પ જણાતી હતી. જીવનસ્વપ્ન એમ સાચાં થાય તેમ નહોતું. એક અકળ અણગમો એમને ઘેરી વળ્યા હતા. કેટલીએક હિંસાઓએ એમના હૃદયમાં એનાં બીજ વાવ્યાં. અલબત્ત, જે માળાનું એ પંખી હતું, એ માળામાંથી કઈ દૂર દૂર સફર કરતું નહતું. જીવનભર ચકલાંની ચણ જેવા જીવનોપાર્જનમાં સહુ પોતાની જિંદગી પૂરી કરી દેતા. આ પંખીને જીવનપાર્જનની ચિંતા ઓછી હતી, જીવનધ્યેયની આકાંક્ષા હૃદય પર કાબૂ જમાવી રહી હતી. એની નાનીશી પાંખો આભનાં ઊંડાણ પખવા ફડફડી રહી હતી. આ પંખીને મનોવ્યાપાર વિસ્તૃત બન્યા હતા, ને લાગણીવેડાના હજારો તોફાનમાં સ્થિતપ્રજ્ઞશે એ પિતાનો જીવનદીપ બુઝાવી દેવા માગતા નહોતે. સાથે સાથે કુટુંબણ અદા કરવાની નસીબમાં લખાયેલી ફરજ એમને અકળાવતી. કેઈએમના કાનમાં હાક મારીને કહેતું ધનં મધ કાથ, ધરમૂઢમાતા ધન, ધન, ને ધન ! આ શાદાસેવક જોતો હતો કે નિત્યપ્રતિ ન જાણે કેટકેટલા મા સરસ્વતીનો છેડો ફાડી ચપળા લક્ષ્મીદેવીની ગુલામી સ્વીકારતા હતા. તેઓ તે કહેતા કે સરસ્વતી લક્ષ્મી કાજે જ છે. લક્ષ્મીહીન સરસ્વતી શા કામની?
બહેચરદાસનું બુધિવ્યાપારમાં બળવાન મને એક વાર પોકાર પાડી ઊઠયું: “અરેરે ! તમે શું સમજો કે સરસ્વતી વગરની તમારી લક્ષ્મી કેવી કુત્સિત લાગે છે. લક્ષ્મી કદાચ વ્યવહારશેભા હશે પણ સરસ્વતી જીવનભા છે.” પણ આ વિચારોની સામે જાણે કેઈ અદ્રહાસ્ય કરતું ન હોય તેમ કહેતું
बाप कहे मेरे पुत सपुता. बहेन कहे मेरा भैया ।
घरजोरु भी लेत वलया, सोइ बडो जाके गांठ रुपैया ।।
પુત સપુતા ! બહેચરદાસના અંતરની વિમાસણ એમને વિહવળ બનાવી મૂકતી. એ ઉલદષ્ટિ કે પથપ્રદર્શક શોધતી, કઈ પ્રેરકની રાહમાં ઘૂમતી !
શિક્ષકો કહેતાઃ “બહેચર ! સંસ્કૃત કે અંગ્રેજી અભ્યાસમાં આગળ વધ! તારી ઉન્નતિ થશે.”
For Private And Personal Use Only