________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતક બહેચરદાસ
આશંકાની આંધિ મનને આવરી રહી. જ્યાં પ્રભુ પામવાની તીવ્ર તાલાવેલી, કયાં એ માટે રાતદહાડાને અજંપો, ને ક્યાં આ નવું જૈનોનું તત્ત્વજ્ઞાન ! બહેચરદાસ ખાવુપીવું, સૂવું–બેસવું ભૂલી અધ્યયનના ઊંડાણમાં ઊતરી પડયા. સાગરના ઉંડાણમાં જનાર જેમ રત્ન પામે એમ એ રત્ન હાથ કરી લાવ્યા.
વિશ્વવ્યાપી દીર્ધદષ્ટિવાળા, પૂર્ણ પુરુષ એનું નામ પરમેશ્વર ! એ પરમેશ્વર પદ કઈ એકને ઈજા નથી. પ્રત્યેક આત્મા–અંતરર્યામી પરમાત્મા છે. એ તો જ્ઞાન, દશન ને ચારિત્ર્ય દ્વારા સિદ્ધ થઈ પિતાના આત્માનન્દમાં મગ્ન છે. એને કુંભારની જેમ માનવરૂપી રમકડાં સર્જવાની, ભાંગવાની કે બીજા કોઈ પરિવર્તન કે પરિણામો લાવવાની તમન્ના નથી. એની દષ્ટિમાંથી વૈર–પ્રેમ, દ્વેષ-ઈર્ષા સમૂલ ધોવાઈ ગયાં છે. ઈચ્છા માત્રને નાશ કર્યો છે, અને ઈચ્છા વિનાને આત્મા શું છે ?
આ વિષમ ભાસતી સંસાર રચના માટે એ લેશ પણ જવાબદાર નથી. દેવ ને રાક્ષસ, પાપ ને પુણ્ય, રાજ ને રંક પેદા કરનાર કોઈ કલહપ્રેમી એ કિરતાર નથી. એને જે સર્જવાનું ખરેખર આપ્યું હોત તે-એણે જેવું નિષ્કલંક, પુણ્યશીલ જીવન જીવી બતાવ્યું, તેવું જ જગત રચ્યું હોત.
ત્યારે જગતની આ સમ-વિષમ રચના કેમ ચાલે છે? પ્રશ્ન ગહન છે, ત્રષિ-મુનિઓ મૂંઝાઈ ગયા છે. ભલભલા તત્ત્વવેત્તાઓ આ અસીમ સમસ્યાને સુલઝાવી શક્યા નથી, પણ આર્ય પુરુષેએ સ્પષ્ટ કહી નાખ્યું છેઃ
કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જે જસ કર હી સે તસ ફલ ચાખા !
જીવ-આત્મા જેવાં પ્રકારનાં કર્મ કરે છે, તેવાં ફળ ભોગવે છે. અને એનું જ નામ કમવાદ! રાય અથવા રંક, પુણ્યશાળી અથવા પાપીઃ એ બધું કર્મનું જ પરિણામ છે. આત્મા સ્વતંત્ર રીતે કર્મ કરે છે. તેનું ફળ પણ સ્વતંત્ર રીતે ભગવે છે. મનુષ્યરૂપી નૌકાને ચલાવનાર ઈશ્વર નહીં પણ કર્મ છે, ને ઈશ્વર, પૂર્ણ–આત્મા તો પિતાના સુચરિત દ્વારા દીવાદાંડીની ગરજ સારે છે. એ બતાવે છે કે કર્મની જાળમાંથી અમે આ રીતે, આવા પુરુષાર્થ દ્વારા મુક્ત બન્યા. તમે પણ તેમ વર્તવાને શક્તિમાન છે !
| કર્મવાદ કહે છે. તમે તમારા ક્ષણેક્ષણના વર્તન માટે જવાબદાર છે, ગમે તે ગી પણ પોતાના ભૂતકાળને ફગાવી દઈ શકશે નહીં. એનાં સારાં-નરસાં પરિણામે એણે વેઠવાં જ રહ્યાં. તમારું મૃત્યુ કે તમારે કાળ પણ તમને એ કર્મથી મુક્ત નહીં કરી શકે. તમારાં સુકુથી એને ન હઠા-ત્યાં સુધી એ તમને નહીં મુક્ત કરે !
મક્તિ કેવળ આતમાથી મળશે. આમાની મુક્તિ આમાથી જ સાધી શકાશે.
For Private And Personal Use Only