________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમો કાંઈ કાગળમાં વિશેષ લખી શકતા નથી એજ સંવત ૧૯૮૧ ના જેઠ વદી ૪
લી. રવચંદ વજેચંદ તથા ભાઈ છોટાલાલ
મુંબાઇ. મુંબાઈથી લી. મેહનલાલ ચુનીલાલ ઝવેરી. વિશેષ લખવાને ઘણીજ દીલગીરી થાય છે, જે પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી સ્વર્ગવાસ પામ્યા, તે ખબર જાણી હું ઘણોજ દીલગીર થયો છું. એચિન્તુ ગુરૂ મહારાજને શું થઈ ગયું? મને જે વખતસર આપના તરફથી સમાચાર મળ્યા હોય તે જરૂર ગુરૂજી પાસે આવીને દર્શનને લાભ લેત પણ હું કમભાગ્ય જેથી શ્રી ગુરૂ દર્શનનો છેવટમાં ભાગ લઈ શક નથી. ગુરૂજી મારા પરમ ઉપકારી હતા, અને તેઓ મારા ઉપર અત્યંત કૃપા રાખતા હતા. સંદેહ તેઓને પૂછીને દૂર કર્તા હતા. તેની આપસાહેબને ખબર છે. છતાં મને તેમની નરમ તબીયતના સમાચાર આપના તરફથી મળ્યા નહીં તે ઘણું જ દુઃખનું કારણ થઈ પડયું ને ભાવી બનવાનું બની ગયું. લ૦ મેહનલાલ ચુનીલાલ મુંબઈ. .
ખંભાત. ખંભાતથી લી. દીપચંદ પાનાચંદ, બકેરદાસ રતીલાલ વીગેરે
પત્ર મળ્યો વાંચી ઘણાજ દીલગીર થયા છીએ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કાલધર્મ પામી સ્વર્ગે સિધાવ્યા તે વાંચી મનને ઘણેજ આઘાત થયા. લાચાર તેઓશ્રી જૈન કામના એક અનુપમ સાક્ષર વિદ્વાન હતા. તેમના અવસાનથી કેમમાં ખરેખર ખોટ પડી છે. આવા પુરૂષોની ગેરહાજરીથી જૈનની પડતી જણાય છે. કાલની ગતી ગહન છે તેમાં ઉપાય નથી. લાંબા વખ તથી જણાય છે કે ગયેલા પુરૂષોની જૈન કેમમાં બેટ પુરાતી નથી પરંતુ આચાર્યશ્રીજીની બેટ તે ભારે પડી છે.
For Private And Personal Use Only