________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહેબને કાગળ લખે. પણ તે વખતે મને કાંઈ પણ ખબર તેમના મંદવાડની નહોતી તેથી મારા કમનશીબે મેળાપ પણ થઈ શકે. તે વાત સંભાળેથી શું થાય છે તે હું જ જાણું છું.
લી. જગાભાઈ.
મંગળદાસ તથા સારાભાઈ
મુંબાઈ. ગુરૂશ્રી આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સ્વર્ગગત થયાથી હમેને દરરોજ દીલગીરી થયા કરે છે. આવા મહાન્ પુરૂષ જેવા નામ તેવા ગુણવાલા આલેક કે પરાકની અંદર હમને ફરીને મળવા મુશ્કેલ છે. હમારૂં તેમજ અમારા ગામનું તેમજ દરેક જૈન બંધુઓના છત્રરૂપ હતા. વળી હમારા કમનશીબે તેમનાં દર્શન કરવા પણ અમે શક્તિમાન થય નહી. જ્યારે જ્યારે જે જે ટાઈમે શ્રીમદ્ આચાર્ય શ્રીબુદ્ધિસાગરજનું નામ યા આવે તે વખતે દીલગીરી થયા કરે છે. તે હવે પળે પળે યાદ આવ્યા કરે છે. એવા દેવ જેવા ગુરૂનો સમાગમ હવે મુકેલ છે.
મંગળદાસ તથા સારાભાઈ
મશાલી આ લહેરચંદ મંછારામ
રાધનપુર. બીજુ મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર અત્ર તારથી મળેલ હતા. વાંચી ઘણાજ દીલગીર થયા છીએ. દેવનંદન ઉપાશ્રયે થયું હતું. બીજે દિવસે મહાજન તરફથી પાખી પાળી હતી
ચંદુલાલ ડાહ્યાભાઈ
કલકત્તા પૂજ્ય મુનિ મહારાજ શ્રી. આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગ રજી મહારાજ દેવલોક પામ્યાની ખબર જાણું ઘણું જ દીલગીરી ઉપજી છે. અને સમસ્ત જૈન સંઘે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે.
For Private And Personal Use Only