________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ અમૃતલાલ કેવળદાસ. મુંબઈ તા. ૧૦-૬-૨૫
ગીરગામ સેન્ડહરસ્ટરોડ,
મેરારજી રોકળદાસ બીલ્ડિંગ શ્રી આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીના એકદમ દેવગત થયાના સમાચાર જાણે અમે તથા અમારા ઘરમાંથી પણ સર્વે ઘણાં જ દિલગીર થયાં છીએ. અમે એ દીન ૨ પહેલાં કાગળ પણ લખીને તબીયતના સમાચાર પુછાવ્યા હતા. અમને આવી ખબર હેત તો દીન ૨-૩ પહેલાં ત્યાં આવી જાત તો અમને છેવટનાં તેમનાં દર્શનને લાભ પણ થાત. વળી અમને ગઈ કાલે સાંજે ખબર મલી હતું તે રાત્રે અત્રેથી મેલગાડીમાં નીકળી બપોરે ત્યાં આવતા તે તેમના અગ્નિદાહ વખતે પણ અમને ત્યાં હાજર થવાનો લાભ પણ મલત, મહુધના મહાજને ગઇ કાલે અત્રે અને તારમાં ખબર આપી હતે તો અમે તરત ત્યાં આવીને જે લાભ લેવાનું હોત તે લઈ શકત. બનવા કારણ આગળ કોઈને ઉપાય નથી. અને છેવટની વખતે કંઈપણ લાભ મળી શકે નહીં. તેના માટે અમને ઘણુંજ લાગી આવે છે. આવા મહાત્માજીની એક મેટી ખામી પી છે તે ખોટ કઈ રીતે પુરી શકાય તેમ નથી. તેને મના ગુણે વિશે જેટલું લખીચે તેટલું ડું છે.
લી. સેવક અમૃતલાલ કેવળદાસ.
શેઠ ગુલાબચંદ આણંદજી.
ભાવગનર. પરમ ઉપગારી ગુરૂ મહારાજશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીને સ્વર્ગવાસ થયાની ખબર સાંભળી બહુ દીલગીરી થઈ છે. આવા સમર્થ સાધુ આકાળમાં બહુજ જુજ છે તેમાં જે ખાદ સંઘને પડે છે તે ન પુરાય તેવી છે. તેઓ વિદ્વાન સાક્ષર ચારિત્ર શુદ્ધ રીતે પા. લન કરનાર શુરવીર આદર્શ મુનીમહારાજ હતા. એમણે કા તથા પુસ્તકને પ્રચાર કરવામાં બહુ સારો લાભ આપેલ છે. ગુરૂકુલની સંસ્થાને નવું આદર્શ જીવન આપવાની તેમના હદયની શુભલાગણી
For Private And Personal Use Only