________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
સદ્ગતના સ્વર્ગવાસના સમાચાર જાણતાજ અને દેવ વાંદવામાં આવ્યા હતા. તથા શહેરમાં લાઈન્સમાં તથા કતારગામના તમામ દેરાસરમાં આંગીપુજા કરાવામાં આવી હતી. શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા બંધ રાખવામાં આવી હતી. આદીશ્વર ભગવાનને દેરે તથા બીજે અઠ્ઠાઈ ઓચ્છ શરૂ છે. ગરીબને કેરી પુરીનું ભેજન તે દિવસે આપવામાં આવ્યું હતું. આ સંબંધમાં આગળ હીલચાલ ચાલુ છે.
શા. ભેગીલાલ મગનલાલ.
સાણંદ તા-૨૦-૫-૨૫ શ્રીમદ્દ સદગુરૂ પરમપુજ્ય આચાર્ય મહારાજ શ્રી બુધ્ધી સાગર સુરીશ્વરના સ્વર્ગવાસના સમાચાર સાંભળી હમે બહુ દીલગીર થયા છીએ. માહારાજ શ્રી જૈન કેમમાં સ્તંભ રૂપ હતા. તેમની ખેટ પુરાય તેમ નથી.
અમદાવાદ
વકીલ દલપતભાઈ પોપટલાલ શ્રી મેહનલાલ ભાઈ!
પતાસાની પાળ પૂજ્ય ગુરૂશ્રી બુદ્ધિસાગરજી કાળધર્મ પામ્યાના સમાચાર જાણી મને ઘણી જ દીલગીરી થઈ છે અને તેઓશ્રીને વિયોગ અસહ્ય થઈ પડયો છે.
પૂજ્ય ગુરૂશ્રીના મારા પિતાના પર ઘણાજ ઉપકાર થએલા છે. મારામાં મારા પિતાશ્રીએ જૈન ધર્મના સંસ્કારોનાં બીજ વાવેલાં છે પરંતુ વિચાર કરતાં શીખ્યો અને અન્ય ધર્મનાં પુસ્તક વાંચતે થયે અને આપણું ધર્મમાં બીજાના પુસ્તક પણ વાંચતે થયે ત્યારબાદ મારા વિચારો હાલના કહેવાતા સુધારકે જેવા થઈ ગયા અને તેમ કરતાં હું જૈન ધર્મના માર્ગમાંથી ખસી ગયા. તે વખતે મને જૈન ધર્મમાં દઢ કરનાર પૂજ્યશ્રી જ હતા. અને તેવું એક વખત નહિ
For Private And Personal Use Only