________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા વીઠલભાઈ હરીચંદ Wા પરમાણુંદ માધવજી
પાલીતાણા
પરમપૂજ્ય ગચ્છભવિષ્યદવર્ય ગનિષ્ટ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાના ઓચીંતા સમાચાર જાણું અમે ઘણું દીલગીર થયા છીએ. ખરેખર જૈન સમાજને એક મોટા વિદ્વાન નરરત્નની ભારે ખોટ પડી છે. તેનું વર્ણન કરવું અશકય છે,
મસાલીઆ લહેરચંદ મછાચંદ
રાધનપુર
મહારાજશ્રીના કાળ કર્યાનો તાર વાંચી ઘણું દીલગીર થયા એ. મહાજન તરફથી ગામમાં હડતાલ પાડી છે.
શા. મનસુખલાલ ડાહ્યાભાઈ
વઢવાણ કાંપ ધર્મ ધુરંધર શાસનના સ્થભ મહાજ્ઞાની અદભુત ભેગી કવિવર યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીના સ્વર્ગગમનના સમાન ચારથી ઘણુજ દીલગીરી થઈ છે. તે મહાપુરૂષ જૈનધર્મની સાચી સેવા સદૈવ બજાવી જૈન શાસનમાં સારું અજવાળુ પાડી ગયા છે. અનેક ઉત્તમ ગ્રંથ રચીને ભવીજીને મહાન ઉપકાર કરી ગયા છે. એટલે એ મહાત્માનું નામ કદી ભુલાય તેમ નથી. એ ઉપકારીને કણ ભૂલે.
અત્રે શ્રી સંઘ તરફથી પાખી પાડી શેક પ્રદર્શીત કરવામાં આવ્યું છે. પૂજા આદિ સદ્દગતના આત્માને શાંતી અર્થે અનેક સુકાર્યો થયાં છે.
For Private And Personal Use Only