________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
મુરબ્બી શ્રી મોહનલાલભાઈ.
મહેસાણાથી લી. તાબેદાર શુભેચ્છક વીરપાલ વર્ધમાન વકીલ. આપને પત્ર મળે વાંચી ઘણેજ અફસોસ. મહાત્મા અગર મારા ધર્મપિતાશ્રી બુદ્ધિસાગરજી મહારાજ હતા, એમાં બેમત હાઈ શકે જ નહિ આ ખુલ્લું છે. તેઓ મારા ધર્મપીતા હતા તેટલુંજ નહીં પરંતુ મેં જે કાંઈ તેમનાથી સાંભળ્યું, તેને જેટલો ફેલા જે જે ઈસમના પરિચયમાં આવ્યો તે ઈસમના કર્ણમાં મેં કર્યો છે. અને તેમની મૂર્તી હમેશાં મારા હૃદયમાં ખડી છે, ધર્મ શું ચીજ છે તેનું ભાન કરાવનાર મારા માટે તેઓ જ હતા અને તે લાભ અર્થે જ મારે આત્મા મારા સ્કૂલ દેહને વકીલાત કરવા પર ભૂમીમાં ઘસડી લાવ્યું હતું. એમજ મારું માનવું છે. એટલું જ નહીં પણ વિજાપુર છે મહેસાણા આવતાં સ્ટેશન ઉપર આશીર્વાદ આપનાર તેઓ જ હતા. હું માત્ર કમભાગ્યશાળી હતી કે જોઇને લાભ મેં તેમનાથી પ્રમાદ વશ ન લીધે. પરંતુ તેમના આત્મમંદીરમાં મારા માટે વિશાલ સ્થાન હતું. આથી આગળ વધીને કહું તે મારામાં તેમની દષ્ટિએ જે કંઈ અપૂર્ણ વરતુસ્થીતી સમજવામાં જણાતી હશે તે તેઓ ગયા શીયાળામાં મહેસાણા આવી દૂર કરવાના હતા, અને તેવું વચન તેઓશ્રીએ મને આપ્યું હતું. કેટલે પ્રેમભાવ8) શું લખવું) તેજ હવે મને દષ્ટિગોચર થતું નથી. પરંતુ તેમને આત્મા સ્વર્ગભુમીમાં ગમે તેમ સાંભળતાં હદય શેકવાન થવાની સાથે મેં તે મહાન આત્મા સાથે ઓતપ્રેત થયે હોય તેમ તેમની પાસે મારા કાંઈ અપરાધ થયા હોય અવનય થયો હોય તેની ક્ષમા ચાહી હતી અને તેમને આત્મા મોક્ષ પ્રાપ્ત કરે તેમ ભાવના ભાવી હતી અને શેકમાં મારા જેવા શુદ્ર આત્મા ને જ નુકશાન થયું તેમ નહી પરંતુ હીંદને સુર્ય અસ્ત પાપે તેમ મને જણાયું હતું.
For Private And Personal Use Only