________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ કે કર્મના ભોગે એમણે એ શરીર દ્વારા ભગવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી એ શરીરના મૃત્યુની વાત સાંભળતે. મૃત્યુની વાત (f) અને તે પણ એમનાજ શરીરના મૃત્યુની વાત (૨)
શેઠ ભોગીલાલ વીરચંદ દીપચંદ જે. પી
મુંબઈ
ગઈકાલ બપોરના આચાર્ય મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજીના કાળધર્મ પામ્યાના ખેદકારક સમાચાર મળ્યા તેથી ભારે દીલગીરી થઈ છે. તે કાગળમાં લખી જાય તેમ નથી. ખરેખર કેહીનુર ખરી પડો. એમના જેવા આચાર્ય ગુરૂ હાલના કાળમાં થવા મુશ્કેલ છે. સ્વપ્નામાં ધાર્યું ન હતું કે એકાએક ગુરૂશ્રી કાળધર્મ પામશે. આપણને તેઓશ્રીની ખેટ લાગે તે સ્વાભાવીક છે પણ તેઓશ્રીતે આ દુનીયામાં અમર નામ કરી ગયા છે અને તરી ગયા છે. વધુ લખવા કલમ ચાલતી નથી.
વકીલ નંદલાલ લલુભાઈ.
વડેદરા, ગઈ કાલ રોજ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી દેવલોક પધાર્યાના સમાચાર જાણ ઘણુજ દીલગીરી થઈ છે, અત્રેના સકળ સંઘમાં શોકની લાગણી પ્રકટી નીકળી છે. અને સંઘમાં શેઠ તરફથી તથા મામાની પોળથી તથા મારા તરફથી વીજાપુરના સંધ ઉપર દીલગીરીના તાર ગયા છે. અત્રેના જૈનસંઘ તરફથી શહેરમાં પાખી પાળવામાં આવી છે તેમજ કેઠી પિળના દેરે મેટા ઠાઠથી પુજા ભણાવી ભકતી કરવામાં આવી છે.
ગુરૂ મહારાજે શાસનની જે સેવા બજાવી છે તે અમુલ્ય છે. તેઓશ્રી અખંડ પરીશ્રમથી જે સાહિત્ય જૈનસંઘને વારસામાં
For Private And Personal Use Only