________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસનગર. રૂદનતીધિ. એ ! પૂજ્ય મોટાભાઈ !
આ એકાએક વજપ્રહાર શે ? શું ભયાનક કારમો કોપ વીધિને ? મારે તારણહાર, સાચા આત્મધર્મને બતાવણહાર શું સાચેજ ઉઠી ગ? એ નય નિક્ષેપ સપ્તભંગી અને હેયયાદિને કુટ રીતે જણાવનાર ગીરાજ શું જતા રહ્યા? આ સાચું છે? મેં તે માનવા નાજ પાડી. પણ ઉપરાઉપરી સમાચાર મળ્યા અને બાપા તથા હું બહાર નીકળી પડયાં. તમે તે જાણે છે બધી વાતમાં વીસનગર પાછળ છે છતાંએ અમે ગામમાં હડતાલ પડાવી. રૂપીયા ભેગા કરી પુજાએ ભણાવવા માંડી છે. પુજાઓ માટે રૂપીયા મળેજ જાય છે. દેવવંદન પણ કર્યું છે.
એ ભાઈ! હવે અધ્યાત્મજ્ઞાનગંગાની લહરીએ કેણ ઉછાળશે ? હવે આત્મધર્મના ઝંકાર કણ જગાવશે? આત્મા અને પુતલના ભેદ કેણ જણાવશે ? હા, આત્મધર્મના એલીયા, સાચા સંત, કીર્તિકાનનકેસરી, કવિસમ્રાટ, સૂરિશેખર અનેકવાદિવિજેતા એ બુધિનિધાન ગુરૂદેવ ક્યાં મળશે! ભાઈ! આપણું તે સર્વસ્વ ગયું છે ! જેણે માણસ બનાવ્યા, જેણે સાચું આત્મજીવન જીવતાં શિખવ્યું જેણે મુક્તિમાર્ગ બતાવ્યું એ ગુરૂદેવ આચાર્ય ભગવન ચાલ્યા ગયા ? હાય ! બાપાને પણ ઘણું લાગ્યું. મારે તે બાર વૃત્ત લેવાના તથા શિરપર એ અબધૂત ચાર્ગીરાજને વાસક્ષેપ નંખાવવાના મનોરથ મનમાં જ રહ્યા.
હવે તે એમનાં આદેશે શિરોધાર્ય કરી તેમનાં સ્મરણ– માનસીક પૂજન-અને અર્ચન કરવાંજ આપણે માટે રહ્યાંને?
વીરા ! હવે નહિં મળે છે એ સાચા સૂરિવર! એવા સમર્થ સાહિત્યાચાર્ય, પ્રખર વક્તા, મહાકવિરાજ, પદ્ધશનિવેત્તા, સ્વભાવમાં રમનાર આત્મદર્શી દયાળુ ગુરૂદેવ ! નમન એમના ચરણમાં! એ આનંદઘન અવતારના પદપઘમાં.
ગુરૂદેવની ચરણરજ. બહેન લાડકી વિશ્રામભાઈ વીશનગર.
For Private And Personal Use Only