________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝવેરી મુળવંદ આશારામ વૈરાટી,
અમદાવાદ,
તા. ૧૬-૬-૧૯૨૫. તા. ૯ મી ને ગુરૂ મહારાજના કાળધર્મ પામ્યાને પત્ર વાંચી અત્યંત ગમગીન થયો છું. જેનપત્ર અને મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ તેમના ફોટાને જોતાં હૈયું ભરાઈ આવે છે. એ નિલેપ પ્રેમમૂર્તિના વિરહની વેદના કયા કરૂણ શબ્દમાં જણાવું. સર્વ જગતને જૈન સમાજ ઉપદેશ આપનાર એ જગતગિની બેટ શી રીતે પુરાશે ? એક વખતે અત્રેના આંબલી પળના ઉપાશ્રયે ગુરૂ મહા રાજના વંદને ગયે હતું ત્યાં ઉપર એક કુતરો ચઢી આવ્યો અને મહારાજ સાહેબની નજીક આવી ઉભે. ત્યાં તે એ વિશ્વોપકારી સદ્દગુરૂનું હૃદય ઉછળવા લાગ્યું અને કુતરાને સંબોધી કહેવા લાગ્યા કે કુતરસીભાઈ ધમ ધ્યાનમાં મસ્ત રહે છે. આત્માને ભુલી નં જશે. કુતરો પણ મુગ્ધ ભાવે સામે જોઈ રહ્યો. એ પંદર વર્ષ પર બનેલી વાત આજે યાદ આવતાં ચક્ષુએ ભરાઈ જાય છે, તેમણે લખેલા ગ્રંથ ભજને વગેરે તરફ દૃષ્ટિ નાખું છું ત્યાં તે એ જગતું ઉપકારી ગુરૂના જવાથી જગતની ખોટ માટે શી ગણના કરૂં? નાના બાળકો અને અજ્ઞાન ગામડીઆઓ તરફને તેમને પ્રેમ હદ ઓળંગી જાય તે હતે. મારી સાથેની એક વખતની ધર્મચર્ચામાં જ્યારે તેમણે યેગના અભ્યાસ માટે આબુ જેવા પહાડ ઉપર એક નીર્જન સ્થાનમાં ચોગના અભ્યાસીઓ માટેની એક પાઠશાળા માટેના વિચારે જણાવ્યા ત્યારે તે થેલી વખત હું ધીંગમુદ્ર થઈ ગયે. હું તે તેમને મસ્ત ફકીર લખું કે આહાલેક જગાવનારગી લખું? હું તે તેમને કવિ લખું કે વકતા લખું? ઈતિહાસગ્ન લખું કે તત્વજ્ઞાની લખું ? જગતમાં વસતા એક સાધુ લખું કે જગતને પેલે પાર ઉભેલા એક યેગી લખું ? હું તે તેમને વિદ્વાનોના ધર્મોપદેશક લખું કે ભેળા ગામડીઆએ ના અને તિર્યંચના પણ ધર્મોપદેશક લખું? આમ બધી બાજુએ દષ્ટિ નાખતાં કેવળ મને મુગ્ધતાજ આવે છે. ઈત્યાદિ.
For Private And Personal Use Only