________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂદેવસ્થાપિત. શ્રી વીજાપુર જૈન જ્ઞાનમન્દિરા આ જ્ઞાનમંદિર ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના સ૬પદેશથી અને શેઠ વીરચંદભાઈ કૃષ્ણજીની પ્રારંભની તથા બીજાઓની મદદથી વિજાપુર ખાતે થોડા વખતપર બાંધવામાં આવ્યું હતું. તે પત્થરનું ( ફાયરપ્રફ ) હોઈ, તેમાં મોટાં મોટાં કબાટ પુસ્તકોથી ભરેલાં છે. ઘણું શોભાયમાન ત્રણ મજલાનું, મેખરે સરસ્વતીની આરસની મુર્તિથી શોભી ઉઠતું, ભેયર ઓવાળું આ જ્ઞાનમંદિર શિલ્પ તેમજ પુસ્તકાલય તરીકે એક સુંદર નમુનો છે. ( જુઓ ગ્રંથમાંનું ચિત્ર
શ્રીમદ્ ગુરૂશ્રીએ પિતાનો તમામ જ્ઞાનભંડાર આમાં મુક્યા છે, જેમાં સંસ્કૃત, માગધી, ગુજરાતી, પાલી, ઈગ્લીશ વિગેરે ભાષાઓનાં સર્વદશનનાં છાપેલાં, હસ્તલીખીત, તાડપત્રોપરનાં, સર્વ જાતના સાહિત્યનાં અનેક પુસ્તકોને સમાવેશ થાય છે. ઘણી લાંબી મુદતના પરિશ્રમે આ પુસ્તકે સંગ્રહાયાં છે.
આ જ્ઞાનમંદિરમાંનો અમૂલ્ય ગ્રંથભંડાર સ્વર્ગગમન અગાઉ શ્રી સંઘને એક દાનપત્ર લખી આપી, શ્રીમદે નિસ્પૃહપણે અર્પણ કરી દીધો છે. જે બક્ષિસપત્ર આ પત્રમાં છપાયેલું છે.
આ જ્ઞાનમંદિરને ઉપગ સૌ કોઈ છૂટથી કરી શકે છે અને સદ્ગતશ્રીનું આ પણ એક જીવંત અમર સ્મારક યાતે અમર કીર્તિ સ્તંભ છે.
વિજાપુરને આ અમુલ્ય વારસે મળવા બદલ તે ગારવાન્વિત બન્યું છે. વિજાપુરના ભાઈઓ તેને સાચવી વાપરી તેમાં વૃદ્ધિ કરે તો જ તેમની શોભા ગણાય.
For Private And Personal Use Only