________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪-૬
રીતે વિવેચન કરતાં, અર્ધા કલાકમાં જ લગભગ છ હજાર રૂપીઆનાં વચન અપાયાં હતાં. જેમાં બીજી આવે તે રકમ ઉમેરી અગ્નિ સંસ્કારવાલી જગ્યાએ રેરી બંધાવી શ્રીમની મુરતી પધરાવવા ઠરાવ્યું હતું. દુણી ઉંચકનારે રૂ.૫૧) આપ્યા હતા. તથા અગ્નિ સંસ્કાર માટે રૂ. ૧૦૦૧) આપી મોતીલાલ નાનચંદ ઝવેરી વીજાપુરવાળાએ અગ્નિ સંસ્કાર કર્યો હતો. કેટલાક ડબા ઘી પણુ ચીતામાં નાખવામાં આવ્યું હતું. આ વખત હાજર રહેલાઓની આંખમાં આંસુ ઉભરાતાં હતાં. સ્મશાનવીધીની ઉછારામણીમાં આશરે રૂપીઆ છ હજાર ઉપજ્યા હતા. મૃત્યુતીથી તથા સ્મશાન યાત્રાના બંને દીવસે વીજાપુરમાં સપ્તમાં સખ્ત હડતાળ પી હતી. આવી હડતાળ આ ગામમાં પ્રથમજ વાર પી હતી. જે પરથી જૈન તથા જૈનેતર તમામ જાતના તમામ માણુની શ્રીમદ્ પ્રત્યેની અપુર્વ પ્રેમ ભક્તી જણાઈ આવતી હતી શ્રીમદને પુસ્તક લખવાને તથા સરસ્વતી ઉપાસનાને ભારે શેખ હેવાથી તેમણે ૧૦૮ મહાન તત્વજ્ઞાનથી ભરપુર સંસ્કૃત, પ્રાકૃત, હીંદી, ગુજરાતી ભાષાના ગ્ર લખ્યા છે. તે ૧૦૮ ગ્રંથની માળા શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ પ્રકટ કર્યા છે. આમ ૧૦૮ ગ્રંથેની સંપુર્ણ માળા પિતાની હયાતીમાં પ્રસીદ્ધ કરી સદ્દધર્મને ફેલાવો કરી ઉત્કૃષ્ટ ચારીત્ર પાળી પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી પુર્ણયુષ્ય થતાં જેન કામ અને ભારતના આ મહાન ગીશ્વરે અનેક ભકતેને વિલાપ કરતા સ્વર્ગગમન કર્યું છે. તેમના જવાથી ભારતવર્ષે એક ધર્મ ધુરંધર સ્તંભ ગુમાવ્યો છે. તેમના આત્માને શાંતી મળે.
For Private And Personal Use Only