________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪-૫
૧૦ થી ૧૨ હજાર માણસનું સરઘસ નીકળ્યું હતું. જેની બ્રાહ્યણે મુસલમાને, પીજારા, પાટીદાર આદી તમામ કામના માણસો આજંદ કરતા ચાલતા હતા. બેન્ડને કરૂણ સ્વર ને આ હૃદયવિદારક પ્રસંગ હાહાકાર ઉપજાવી રહ્યો હતે. ને આંસુ સારવામાં મદદ કરતે હતો. બહારગામથી આવેલામાં મુખ્ય અમદાવાદના શેઠ મણીભાઈ દલપતભાઈ, તેમનાં માતુશ્રી ગંગાબાઈ, મુબઈથી ઝવેરી જીવણચંદ્ર ધર્મચંદ, શેઠ ભાંખરીઆ, મહેસાણાથી શેઠ વેણીચંદ સુરચંદ, અમદાવાદના ઝવેરી કેશવલાલ લલુભાઈ રાયજી આદી અનેક માણસો હતા; અસાધારણ મેદની તથા ગરદી હોવા છતાંયે શાંતી અને ગંભીરતા જણાતી હતી. ખાસ નેધવા જેવી બાબત તે એ હતી કે મુસલમાન ભાઈઓની હાજરી ઘણીજ હતી અને તેઓ સૈ આંસુભરી આંખે શ્રીમદુની પાલખીને ખાંધ આપી છેવટનું માન આપતા હતા. પાટીદાર-ઠાકરડા-રજપુત તથા ઢેડ ભંગી લેકની મંડળીઓએ તે આખી રાત ભજન કર્યા હતાં. તેઓ પણ ઉપાશ્રયની બહાર આખી રાત એક બાજુએ ભજન કરતા હતા. તેઓ પણ પિતાનાં વાદ્યો સાથે ભજન ગાતા ચાલતા હતા. રસ્તે રૂપાનાણું -તાંબા નાણું ઉછાળવામાં આવતું હતું તથા ગાડામાં ભરેલી મીઠાઈ તથા અનાજ ગરીબોમાં વહેંચવામાં આવતું હતું. આ સરઘસ બજારમાં થઈ ગામમાં ફરી શેઠ મગનલાલ કંકુચંદવાલી પટવાળી વાડીમાં આવ્યું.(અહીં જ સદ્દગતે પ્રથમ પોતાના દેહને અગ્નિ દાહ દેવા સુચવ્યું હતું. જુદા જુદા માણસેએ આણેલ લગભગ ૫૫ થી ૬૦ મણ સુખડની ચીતા તૈયાર કરવામાં આવી હતી.આ સુખડમાં વીજાપુર ઉપરાંત મહેસાણા પાદરા, માણસા, અમદાવાદના શ્રાવકે તથા જેનેતાએ પણ પોતાના તરફથી સુખડ રજુ કરી હતી.અગ્નીદાહ ક્રીયા થઈ રહ્યા પછી પાદરાવાળા વકીલ મેહનભાઈ હીમચંદ સદ્દગતના ગુણોનું તથા તેઓએ કરેલા સમાજ પરના ઉપકારનું વર્ણન કરી તેઓશ્રીની પાછળ તેઓના ઉપદેશનું સ્મરણ રાખી તે પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને તથા પોતાના આત્માના ગુણે પ્રગટ કરવા પ્રયત્ન કરવા તથા શ્રીમદ્દનું સમારક જાળવવા ઘણીજ લાગણું ભરી
For Private And Personal Use Only