________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજના દિવસે તેઓએ પોતાના ભકતને પિતાના નજદીક આવતા અવસાનની ખબર આપી જે કંઈ લાભ લે છે, તે લઈ જવા જણાવ્યું હતું. વળી મૃત્યુ રાજગમાં ૮ વાગ્યે થનાર હોવાથી તેઓએ મહુડીથી વજાપુર પહોંચવા માટેનો સમય તરીકે ૬ વાગ્યાને વખત નિર્ણત કર્યો હતે.
મૃત્યુ પછીના ચમત્કારે. આચાર્ય મહારાજના મરણ બાદ ઘણું ચમત્કાર થવાની વાત બહાર આવી છે. તેમને મુખ્ય ચમત્કાર એ છે કે જે સમયે મહારાજે કાળ કર્યો તે વખતે વિજાપૂરથી ત્રણ માઈલ દુર આવેલા મહી ગામના ઘંટાકરણ મંદિરનાં દ્વાર બંધ છતાં ગભારાને ઘંટ વાગવા માંડ હતા અને તેમ કેટલેક વખત સુધી ચાલુ રહ્યું હતું. વળી તેજ વખતે નજદિકની નોબત બંધ બારણે વાગી હતી અને હજી પણ કેટલીક વખત વાગે છે. તેમના કાળધર્મ પામવાના સમયે મહુડીમાં વસ્તા ઘણા માણસો મહારાજશ્રી ને સાધુવેષમાં વિહાર કરતા જોયા હતા એમ પણ કહેવાય છે. વળી મૃત્યુ પછીના બીજા દીવસે તેમના મૃતદેહની રખ ઘંટાકરણના મંદિર નજદિક એક ઘડામાં રાખવામાં આવી હતી તેમાંથી મેટી નેતિ નીકળતી કેટલાકએ જોઈ હતી એમ પણ કહેવાય છે.
મહારાજશ્રી પ્રકાશ આપે છે. હાલમાં પણ ઘણાક સજજનેને મહારાજશ્રી દેખા દે છે, એવી બીના પણ સાંભળી છે. એમ દેખા દેતાં મહારાજશ્રીએ કેટલાકને પિતાના વ્રત અને નિયમો બરાબર પાળવા, ધર્મ સનેહ જાળવવા અને અપ્રગટ પુસ્તક પ્રગટ કરવા માટે પ્રકાશ આપે હતે અને કેટલીક વખત તે અમુક ગ્રંથ ક્યાં છે તે પણ દેખાડયું હતું,
આવા ચમત્કારી આચાર્ય મહારાજના અવસાનથી જેન પ્રજાને મેટી એટ ગઈ છે એ નિસંશય છે. 'સાકરચંદ માણેકચંદ ઘડીઆળી
મુંબઈ.
For Private And Personal Use Only