________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ વળી અનેક શ્રીમતે અને રાજા મહારાજાઓના માનીતા હોવા છતાં, તેમનું સાદુ જીવન અને સાદી રહેણીકરણી કેઈનાથી અજાણ્યાં નથી. આવા સાચા સાધુ, કડક ત્યાગી મહાત્માઓ, આ જમાનામાં બહુજ વીરલ પ્રાપ્ત થાય છે કે હુમશ્ર ની જ ચાર દષ્ટિ તેમની લેખનીથી લખાએલા ૧૦૮ ઉપરાંત ગ્રંથ અવલકવાથી જણાઈ આવે છે, કે આ મહાત્માએ પચીસ વર્ષની દીક્ષામાં અભ્યાસ ક્યારે કર્યો, અને પુસ્તક કયારે લખ્યાં ? તેઓએ ખરેખર ભુખ કરીને ખાધું નથી, અને ઉંઘ કરીને ઉંધ્યા નથી. જ્યારે જ્યારે જુઓ ત્યારે લેખીની અને કાગળો તેમની પાસે હોય અને કંઇ ને કંઇ લખતા જ હાય, કઈ જુના મહાત્માઓને તેઓશ્રી ઉદાર ભાવે જાહેરાતમાં લઈ આવ્યા છે. મરણના અગાઉ અઢી દીવસ પહેલાં તેમણે પિતાનું લખવાનું તથા સુધારવાનું કામ પિતાના હાથે જ કર્યું છે. તેઓ વારંવાર કહેતા કે “મારા શરીરમાં એક પણ લેહીનું ટીપું જ્યાં સુધી હશે ત્યાં સુધી હું મારી ફરજ બજાવ્યાજ કરવાને.” અરે એ! ભારત માતા ! જે તારા ઉપર આવા પચીસ સંતે એક સાથે પેદા થાય તે જરૂર તને શોભાવે, પણ દુષ્ટ દૈવને એ ગમે શાનું? બુદ્ધીનો સાગર ગ! અરે ! સદાને માટે તે ગયે ! તેની ખોટ પુરાવી અશકય છે. ખરેખર હીંદવાસી જને મુડદાને પુજનારા છે, તે છવાતાને જાણી શકતા નથી. તેમજ મરહુમ મહાત્માને ખરેખરી રીતે ઓળખનારા ઘણુ થોડા જ જને હતા. તથાપી તેમના વચને યાદ આવતાં રહેશે, અને તેની કીંમત થશે, અને સમાજને પણ પસ્તાવો થશે કે આપણા હાથમાં ચીંતામણી આવ્યું હતું પરંતુ આપણી અજ્ઞાનતાથી તેને જાણી શકયા નહીં, મરહુમશ્રીને સં. ૧૯૭૦ ની સાલમાં પેથાપુર આચાર્ય પદ આપવાની પેથાપુરના સઘ ઇચછા જાહેર કરતાં અમદાવાદ વગેરે ઘણાં ગામ અને શહેરના સંઘ સમક્ષ આચાર્ય પદ આપ્યું હતું. તેઓ શ્રીના બોધથી તીર્થોદ્ધાર, નવીન જીનાલય, ઉપાશ્રય બેરડીંગે, ગુરૂકુળ, પાઠશાળાઓ, જ્ઞાનમંદીર, આગમસુધારણ, લાયબ્રેરીઓ વગેરે ઘણું સારાં સારાં સમાજસુધારણાનાં કામે
For Private And Personal Use Only