________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ મોટા અણબના શામી ગયા છે. જે જે જૈનોને કે જૈનેતરને એમના સામિને થડે પણ લાભ મળ્યો છે તે સર્વને એમની ઉપદેશગંગામાં મારેલા એકાદ પણ ડુબકાનું મરણ સ્વજીવનમાં એ મહાત્માના એક સમૃતિચિન્હ, elic, જેવું રહેશેજ એનિર્વિવાદ છે.
પંચેન્દ્રિય વિષય મોહ વિનાને રાગ, તે પ્રેમ છે.” -
સદ્દગુરૂના ચારિત્રની ઉત્તમતા સૌથી વિશેષ ઝળકી ઉઠે છે, તેનું કારણ એજ કે, એઓ કવિ, લેખક, વકતા, તત્વજ્ઞ તેમજ પ્રખર ઉપદેશક હતા, એટલું જ નહી પણ સાથે સાથે દિવ્ય પ્રેમ એમને રૂંવે રૂંવેથી કુરતે હતે. અદભુત ત્યાગની સાર્ધ એમનામાં અદભૂત રસિકતા હતી. “ રસ ” એટલે શું? એને ખ્યાલ એમને ઘણજ અલોકીક હતા. “પ્રેમ” ને એઓશ્રી એક મોટો ગજ માનતા હતા. અને “પ્રેમી” ને “માતા” ના નામથી સંબોધતા. પ્રેમમાં અદભૂત અધ્યાત્મ-બળનું અસતિત્વ છે, એ એમને દ્રઢ વિશ્વાસ હતો. વર્ષોની પેગસાધના તેમજ તપશ્ચર્યાથી એમની લાગણી શુન્ય નહિ થઈ જતાં, તીવ્રતર થઈ ગઈ હતી તે અધિકારી શિષ્યવર્ગથી અજાણ્યું નથી. પોતાના પ્રિય શિષ્યને હેજ પણ ઉદાસ જોઈ એમનું હૃદય દ્રવી પડતું, તેમજ શિષ્યના સહજ આનંદથી એમનું હૃદય એલું તે ઉલ્લાસપૂર્ણ થઈ જતું કે એમના નીખાલસ હાસ્યથી ઉપાશ્રય ગાજી ઉઠતે. સ્વશિષ્ય ઉપરાંત સર્વ મનુષ્ય તેમજ અન્ય પ્રાણવગ ઉપરની એમની મમતા ભુલાય એવી નથી. કલે (મળવિસર્જનાથે) જતાં પણ પ્રત્યેક સન્મુખ આવતા મનુષ્યને “ધર્મલાભ.” ના આશિષ મળતા, તેમજ નેહભરી રીતે તેમની ખબર અંતર પુછાતી, ઉપાશ્રયમાં આવતું કુતરૂ પણ એમના નિર્મળ નેહનું પાત્ર બનતુ. ટુંકમાં કુદરત લયલાના એઆ એક મસ્ત મજનુન હતા. વનસ્પતિ પશુ, પક્ષી, કે માનવ, જડ કે ચેતન સકળ કુદરત પરને પ્યાર એમના હાવ ભાવમાં પ્રત્યક્ષ થતા અને એ પ્યાર એમના અમુલ્ય પુસ્તકની થાપણમાં એમણે એ તે ઓતપ્રોત કરી મુકે છે કે, હરકોઈ હદયવાળા વાંચક, પુસ્તકોના સહેજ વાંચનથી જોઇ શકશે, સમજી શકશે.
For Private And Personal Use Only