________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
કહેવું અતિશકિત ભરેલું જણાતું નથી. કારણ કે જેમ સરોવર માં ઉત્પન્ન થઈ નિકળેલું સુંદર કમળ માત્ર તે સરોવરના જળનેજ શોભા આપતું નથી પરંતુ જળથી ઉંચું મુખ રાખી જગત સમસ્ત ને પણ સ્વરૂપ તેમજ સુવાસથી આનંદ આપે છે, તેમ તેમણે પણ જેનધમની ઉન્નતિ માટેજ પ્રયાસ કર્યા નથી, પણ તેમને સંદેશ પૃથ્વીની સર્વ પ્રજા તેમજ ધર્મ-ધર્માનુયાયીઓ માટે છે. તેમના ગ્રંથાને મોટે ભાગ એવા તે સર્વદેશિય વિચારોથી ભરેલો છે કે વાંચક ચાહે તે ધમને અનુયાયિ હશે તે પણ તેને એ ગ્રંથના વાંચનમાં અવશ્ય રસ પડશેજ.
ગુરૂઓ સાતમા માળ પર ચઢેલા હોય છે તે પણ તેઓ ભકત શિષ્યના પૂર્ણ પ્રેમથી પહેલા બીજા માળ સુધી અને છેવટ જમીનના તળીયા સુધી હેઠા ઊતરીને પોતાની ફરજ બજાવે છે. અને શિષ્યને, ભકતનો ઉદ્ધાર કરે છે.”
બાળક યુવાન કે વૃદ્ધ, ત્યાગી કે ગૃહસ્થ, સ્ત્રી કે પુરૂષ, સુશિક્ષિત કે અશિક્ષિત, સૌને પ્રત્યેકની અવસ્થા તેમજ શકિત અનુસાર સચોટ રીતે અસરકારક ઉપદેશ આપવાની તેમની શકિત અભુત તેમજ પ્રશંસનીય હતી. ફક્ત એક વાર જે મનુષ્ય તેમના પ્રેમથી ઉપદેશામૃતનું પાન કરતે, તેને તેમના પ્રતિ માન અને સદબુદ્ધિ ઉપન થયા શિવાય રહેતી નહી. લોખંડના નાના નાના કકડા જેમ લોહ ચુંબકથી ખેંચાય તેમ, એઓ જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં ગામ તેમજ પરગામના જીજ્ઞાસુ તેમજ અધિકારી શિષ્યની ઠઠ એમને ફરતી રહેતી જ. આ ઉપરાંત એમણે હમેશા પત્ર લખીને પણ ભાવિક શિષ્યવર્ગને તેમજ જીજ્ઞાસુ જૈનેતરને ઉપદેશ કરવામાં મણ રાખી નથી. સ્વપ્ન દ્વારા પણ ઉપદેશ કરવાની એ મહાત્માની શક્તિ હતી. એમના યુકિતપૂર્વક ઉપદેશથી ઘણું નાસ્તિકા આસ્તિક થયા છે. તેમજ પિતા અને પુત્ર ભાઈ અને ભાઈ, પતિ અને પનિ મિત્ર અને મિત્ર, કેમ વચ્ચેના નાના અને
For Private And Personal Use Only