________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનથી “ચાલે પેલી ઓરડીમાં હું તમને જેઈ બહુ ખુશી થયો” વિગેરે વિગેરેથી વાત કરતા મને હવાવાળી પૂર્વ દિશા તરફની કોટલમાં લઈ ગયા. મેં તેમને પ્રેમ ઘણુવાર જે હતે. ઘણીવાર તેમના મૅની મીઠાશ અનુભવી હતી. પણ મને આ વેળાની વિરલતા જણાઈ. ફરી મળવાની આશા ન હતાં, છેલ છેલ્લી સલામ કરનાર નેહીઓને સ્નેહ નિઃસ્તબ્ધ અંતરથી ઉભરાય તેવું કાંઈ મને આ બુદ્ધિના સાગરમાં જણાયું.મારું હૃદય નિઃશબ્દ બોલી ઉઠયું, શું આ બુદ્ધિને સાગર તે જ પ્રેમને પણ સાગર ? તેમના પ્રેમમય વાતાવરણમાં તેમની પાછળ જતે હું એ ફરી કયાંથી બની શકું?
કેટમાં જઈ આચાર્યશ્રી પાટપર આડા થયા. હું તેમની સૂચનાથી તેમના પગ આગળ બેઠે.અંતરે આંતરે શાંતિથી અમારી વાતચીત થતી હતી. તેમના પ્રત્યેક શબ્દમાં આત્મિક ગાઢ શ્રદ્ધા અને ધાર્મિક દાગ તરવરતી હતી. વ્યાધિની વેદનાના અનુભવાળે પણ જગના હિતને પ્રશ્ન તેમના હૃદયમાં રમી રહેલો જોવામાં આવતું હતું. આત્મા અને પુદ્ગલને વિવેક એક ક્ષણવાર પણ અળગો થતે મેં ન જે. લોકહિતની ધમધમાટ ભરી ચર્ચાઓ અને તેમાંથી કઢાતા નવનવા નિષ્કર્ષે અત્યારે પૂર્વની જેમ મારા સાંભળવામાં ન આવતા હતા પણ નિશ્ચયાત્મક સિદ્ધાંતે એક પછી એક તું શ્રવણ કરી રહ્યો હતે. મારા પ્રશ્નોના નિખાલસભર્યા અતિ સ્પષ્ટ કા ઉત્તરો મને ઘણેજ સંતોષ આપતા હતા. આવી રીતે મેં અહીં ચાર દિવસ પસાર કર્યા. અને તેમાં તેમના મુખથી ઘણું ઘણું શ્રવણ કર્યું. આ વખતે મેં તેમનામાં પુરેપુરી મહત્તા જોઈ.
મારે સ્પષ્ટ કહેવું જોઈએ કે અમે બંને નિરંતર એક વિચારના ન હતા. અમે પ્રત્યક્ષ અને પત્રદ્વારા ઘણી વખત મળ્યા, વિચિત્ર મતભેદ સાથે મળ્યા, ઉઠયા; પણ આ વેળા મતભેદ ન હતા. તેમની હરક અપેક્ષાઓને તેમણે નિખાલસતાથી રહેટ કર્યો. તેઓને બાલકનું જીવન બહુજ પસંદ હતું. અત્યારે તેઓ બાળક બની સ્પષ્ટ થયા.
For Private And Personal Use Only