________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈકાલિક નિત્ય આત્મતત્વનું અમરાધના અને અન્ય કાર્યના પરિત્યાગ પૂર્વક સચિદાનન્દનું ભજન એ જન્મનું સાર્થક છે એમ તેઓ ઉપદેશે છે. તે કેટલું યથાર્થ છે. આધ્યાત્મિક ઉન્નતિ એજ ખરી ઉન્નતિ છે. તે વિનાની બીજી ઉન્નતિ માટે પ્રયાસ એ તે ભસ્મમાં ઘત હેમવા જે નિષ્ફળ પ્રયાસ છે. હાલમાં આધિભૌતિક દુખમાત્રનું મૂલ અધ્યાત્મ અવનતિ છે. આ અવનતિના જમાનામાં પ્રજા સમક્ષ આત્મતિને પ્રકટાવવાનારા વિરલ મહાત્માઓ નીકળી આવે છે અને પ્રજાની મેહ મદિરાથી ઉન્મત્ત બની ગએલી દષ્ટિ જે તે તરફ જાય અને તેને યથાર્થ રૂપમાં ઓળખે તે તે ઉન્નતિના પંથે ચડે એ નિઃશંસય છે.
તેઓ ગયા તેને શેકાદગારથી લેખાંજલિ અર્પનાર લેખકવર્ગ પણ અમુક કાળે જશે અને આ લેખને વાંચનાર વર્ગ પણ જવાને જ? ત્યારે શેક કેને માટે કરે, જ્ઞાનદ્રષ્ટિએ મહાત્મા શ્રી જીવન્મુકતજ હતા. સ્થલ દેહેજ મુકત જેવા હતા. બાકી જે સ્થલ દેહનાં સાધન વડે એમના અવિનાશી આત્માએ સ્વધર્મની અને સ્વધર્મીઓની સેવા કરી છે અને હજુ અધિકાધિક પોપકારને પ્રવાહ વહ્યા કરવાની આશા રહેતી હતી, તે દેહ વિલય થઈ જવાથી ઉક્ત સેવા અટકી પી અને આશાઓ અળપાઈ ગઈ, તેથી આપણી વૃત્તિમાં આઘાત થાય અને તેના પરિણામમાં હદય. માંથી સ્વાભાવિક શેકગાર નીકળે. તેમને સ્કુલદેહ છીનવાઈ ગયે છે પણ તેમને સાક્ષર દેહ-તેમનાં પુસ્તકે ચિરંજીવી છે અને તેની પૂજા અર્ચાદિ કરવાનું બની શકે તેવું છે. તેમનાં પુસ્તકોનું વાંચન મનને તેમના ઉપદેશનું અનુચિન્તન અનુસરણ થઈ શકે તેવું છે. અને તેમ કરવું એ પ્રત્યેક જૈન મતાવલંબીજનનું કર્તવ્ય છે,
એમના જેવા સાચા સાધુઓ જૈન સંપ્રદાયમાં ઉત્પન્ન થતા રહે અને આ મહત્ત્વનું સમારાધન તથા ચિદાનન્દ ભજન એમાંજ જીવનનું સાર્થક સમજી એ રસ્તે સમાજ વહે એવી વીરપ્રભુ પાસે પ્રાર્થના કરતાં વૃત્તિ વિરામ પામે છે.
For Private And Personal Use Only