________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
પટવા અંબાલાલ લલુભાઈએ ગુરૂશ્રીનાં ગુણગાન કરી બેસતાં અત્રેની સેવા સમાજના પ્રમુખ પટેલ રામદાસભાઈએ શ્રી ગુરૂદેવ પટેલ હાઈ પટેલ કેમનું ગૌરવ વધાર્યું છે, માટે અભીમાન લેતાં પિતાની સમગ્ર કેમ તરફથી રાત્રે એક મહાસભા ભરવાનું તથા તેમાં સૌને પધારવાનું આમંત્રણ કર્યા બાદ સભા વિસર્જન થઈ હતી.
સાંજવર્તમાન.
મહેસાણામાં પાટીદાર ભાઈની શેકદર્શક પ્રચંડ સભા.
ગઈ રાત્રે અત્રેના પાટીદારવાડામાં વિશાળ ચોકમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના મરણ માટે શોક દર્શાવવા એક ગંજાવર સભા મળી હતી. જેમાં લગભગ પાંચ હજાર સ્ત્રી પુરૂષોએ હાજરી આપી હતી.
ધુપ દીપ સાથે ઉચાસને શ્રી ગુરૂદેવને મેટો ચિત્રપટ બિરાજમાન કર્યો હતો. . શરૂઆતમાં મંગળાચરણ થયા બાદ જુદા જુદા વકતાઓનાં દિલસ્પર્ષિ વ્યાખ્યાને થયાં હતાં જ્યાં રા. પાદરાકર લગભગ દોઢ કલાક બોલ્યા હતા તથા રા. દુર્લભદાસ કાળીદાસ મહેતાએ લંબાણ વિવેચન કર્યા બાદ સેવાસમાજવાળા પટેલ રામભાઈએ એટલું બધુ લંબાણ ને હયભેદક વર્ણન કર્યું હતુ કે સલા સ્તબ્ધ થઈ હતી. મેડી રાત્રે સભા વિખરાઈ હતી.
પાદરામાં જંગી શેક પ્રદર્શક સભા. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સ્વર્ગગમન કરવાના સમાચાર મળતાં જ અત્રે દેરાસરના વિશાળ આરસના વ્યાખ્યાન હેલમાં રાત્રે એક ગંજાવર સભા ભરવામાં આવી હતી. સી પુરૂષોની પ્રચંડ હાજરી હતી.
પ્રારંભમાં હાર્મોનિયમ સાથે મહારાજ શ્રીના ગુણાનુવાદની રા. પાદરાકર કૃત સ્મરણાંજલિ ગવાતાં સભામાં કરૂણા છાંય છવાઈ
For Private And Personal Use Only